________________
सिरिअंगुलसत्तरी
૧૯૫
તે પૃથ્વી આદિકનાં પ્રમાણ ન આણવાં એહવું અનુયોગદ્વારસૂત્રચૂર્ણિવૃત્તિમાં કહ્યું છે. (૧૪)
एयं च खित्तगणिएण केइ एअस्स जं पुण मिणंति । अन्ने उसूइअंगुलमाणेण न सुत्तभणिअंतं ॥१५॥
અર્થ - કેટલાક આચાર્ય કહે છે એયં-કહેતાં એ પૃથિવ્યાદિકનું પ્રમાણ એઅસ્સ-કહેતાં એ પ્રમાણાંગુલને ક્ષેત્ર ગુણિતમાનયું એ ભાવ એક પ્રમાણાંગુલે સહસ્રઉન્સેધાંગુલ એવું માને. એટલે એકમત દેખાડી, હવે બીજો મત દેખાડે છે. અનેરા આચાર્ય સૂચી પ્રમાણાંગુલે પૃથ્યાદિકનું પ્રમાણ માનસ્ય. ઇહાં એક સૂચી અંગુલે ચારસો ઉત્સધાંગુલ થાય એવું માને. ગ્રંથકર્તા કહે છે કે બન્ને આચાર્યનું કથન સૂત્રોક્ત નથી. (૧૫)
किं च मएसुं दोसु वि मगहंगकलिंगमाइआ सव्वे । पाएणारिअदेसा एगम्मि अ जोयणे हुंति ॥ १६ ॥
અર્થ - કિંચ કહેતાં ગ્રંથકર્તા બન્ને આચાર્યના કથનમાં દૂષણ દે છે. જો એવું માનવામાં આવે કે એક પ્રમાણાંગુલે સહસ્ર ઉત્સધાંગુલ, એક સૂચી પ્રમાણાંગુલે ચારસે ઉત્સધાંગુલ એ પ્રકારે પૃથિવ્યાદિકનું પ્રમાણ માનીએ તો પ્રાયે મગધદેશ, અંગદેશ, કલિંગદેશ, એવું આદિ સર્વ આર્યદિશનો એક જોજનમાં સમાવેશ થાય. (૧૬)
सहस्समाणे चउरंसजोयणे दीहपिहुलभावेणं । हुंति परुप्परगुणणे लक्खा दस जोअणाण फुडं ॥१७॥
અર્થ - ચરિંસજોજન કેવું છે? ચરિંસજોજન લાંબપણે તથા પહોલપણે થઈ સહસ્ર જોજનમાન છે જેહનું એહવું જોજન પરસ્પર