________________
૧૩૮
જીવો
સંમૂર્છિમ મનુષ્ય, સંમૂર્છિમ પંચેન્દ્રિય
તિર્યંચ
શ્રીવિચારપંચાશિકા
પર્યાપ્તિ
આહાર, શરીર, ઈન્દ્રિય,
શ્વાસોચ્છ્વાસ, ભાષા
નારકી, ગર્ભજ મનુષ્ય, આહાર, શરીર, ઈન્દ્રિય,
ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ
શ્વાસોચ્છ્વાસ, ભાષા, મન
દેવ
પર્યાપ્તિનો કાળ :
આહાર, શરીર, ઈન્દ્રિય,
શ્વાસોચ્છ્વાસ, ભાષા-મન
કુલ
૫
દેવોને ભાષાપર્યાપ્તિ અને મનપર્યાપ્તિ સાથે પૂર્ણ થાય છે, માટે તેમને પ પર્યાપ્તિ કહી છે.
ઔદારિક શરીરમાં - (મનુષ્ય-તિર્યંચના સ્વાભાવિક શરીરમાં) ઉત્પત્તિના પ્રથમ સમયે આહારપર્યાપ્તિ પૂર્ણ થાય.
ત્યાર પછી અંતર્મુહૂર્તે શરીરપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂતૅ શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તો ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછી અંતર્મુહૂર્તે મનપર્યાપ્તિ પૂર્ણ થાય.