________________
શ્રીઅંગુલસત્તરી
૧૮૩ તે નગરીઓના ક્ષેત્રફળના આ બન્ને માપો તો ઘણા મોટા છે. આટલી મોટી નગરીઓ ન હોય.
માટે નગરીઓની લંબાઈ-પહોળાઈ પ્રમાણાંગુલની પહોળાઈથી માપવી.
ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચિપ્રમાણાંગુલથી પૃથ્વી વગેરે માપીએ તો કોશિકરાજાનું વૈતાઢ્યપર્વત સુધી ગમન ન ઘટે કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ્ય ઓછું છે. માટે પૃથ્વી વગેરે પ્રમાણાંગુલની પહોળાઈથી માપવા. *
ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચિપ્રમાણાંગુલથી પૃથ્વી વગેરે માપીએ તો ગંધારશ્રાવકનું વૈતાઢ્ય પર્વતની ગુફાએ ચૈત્યને વાંદી વીતભયનગરમાં ચૈત્ય વાંચવા માટે ગમન શી રીતે ઘટે? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ્ય ઓછું છે. માટે પૃથ્વી વગેરે પ્રમાણાંગુલની પહોળાઈથી માપવા.
પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપતા ભરતક્ષેત્રમાં ચક્રવર્તીનું પરિકર કેવી રીતે સમાય ? તે બતાવે છે.
દક્ષિણ ભરતાર્ધનું ક્ષેત્રફળ = ૧૮,૩૫,૪૮૫ યોજન ૧૨ કળા ૬ વિકળા.
વૈતાદ્યપર્વતના તળિયાનું ક્ષેત્રફળ = ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કળા.
ઉત્તર ભરતાર્ધનું ક્ષેત્રફળ = ૩૦,૩૨, ૮૮૮ યોજન ૧૨ કળા ૧૧ વિકળા.
આ ત્રણેનો સરવાળો કરતા ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ આવે.
ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ = પ૩,૮૦,૬૮૧ યોજન ૧૭ કળા ૧૭ વિકળા = પ૩,૮૦,૬૮૨ યોજન.