________________
૧૮૨
શ્રીઅંગુલસત્તરી આ બંને મત બરાબર નથી. આ બંને મતના દોષો આ પ્રમાણે છે -
ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦૦૦ x ૧000 યોજન = ૧૦,૦૦,૦૦૦ યોજના
સૂચિ પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૪૦૦ X 800 યોજન = ૧,૬૦,૦૦૦ યોજન.
તેથી ૧ ચોરસ પ્રમાણાંગુલમાં બધા આર્યદેશોનો સમાવેશ થઈ જાય.
તેથી ભરતક્ષેત્રમાં શેષ યોજનો નિષ્ફળ જાય. માટે પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપવા.
ધનદ દવે બનાવેલ દ્વારિકા અને અયોધ્યા નગરીઓ ૯ યોજના પહોળી અને ૧૨ યોજન લાંબી હતી. તે બંને સરખી હતી.
ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૯ યોજન = ઉત્સધાંગુલથી ૯,000 યોજન.
ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ઉત્સધાંગુલથી ૧૨,૦૦૦ યોજન.
તે નગરીઓનું ક્ષેત્રફળ = ૯,000 x ૧૨,000 યોજન = ૧૦,૮૦,૦૦,૦૦૦ યોજન.
સૂચિ પ્રમાણાંગુલથી ૯ યોજન = ૯ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૩, ૬૦૦ ઉત્સધાંગુલ.
સૂચિ પ્રમાણાંગુલથી ૧૨ યોજન = ૧૨ x ૪૦૦ ઉત્સધાંગુલ = ૪,૮૦૦ ઉત્સધાંગુલ.
તે નગરીઓનું ક્ષેત્રફળ = ૩,૬૦૦ x ૪,૮00 યોજન = ૧,૭૨,૮૦,૦૦૦ યોજના