________________
૧૮૪
શ્રીઅંગુલસત્તરી પ્રમાણાંગુલથી ૧ યોજન = ઉત્સધાંગુલથી ૨૧/ યોજન = ૧૦ ગાઉં.
પ્રમાણાંગુલથી ૧ ચોરસ યોજન = ઉત્સધાંગુલથી ૧૦ x ૧૦ = ૧૦૦ ગાઉં.
: ભરતક્ષેત્રનું ક્ષેત્રફળ = પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉં. ૧ ગાઉમાં ૨, ૩, ૪ ગામ હોય.
જ્યાં ૧ ગાઉમાં ર ગામ હોય ત્યાં ૮ ક્રોડ ગાઉમાં ૧૬ કોડ ગામ હોય.
જ્યાં ૧ ગાઉમાં ૩ ગામ હોય ત્યાં ૮ ક્રોડ ગાઉમાં ૨૪ ક્રોડ ગામ હોય.
જ્યાં ૧ ગાઉમાં ૪ ગામ હોય ત્યાં ૧૪ ક્રોડ ગાઉમાં પ૬ ક્રોડ ગામ હોય.
આમ ૩૦ ક્રોડ ગાઉમાં ૯૬ ક્રોડ ગામ સમાય.
આમ ભરતક્ષેત્રના પ૩,૮૦,૬૮,૨૦૦ ગાઉમાંથી ૩૦ ક્રોડ ગાઉમાં ૯૬ ક્રોડ ગામ સમાય.
શેષ રહ્યા ન્યૂન ૨૪ ક્રોડ ગાઉ.
તેમાંથી ન્યૂન ૧૨ ક્રોડ ગાઉમાં ૩,૧૭,૧૦૫ નગર, કર્બટ, ખેટ વગેરે છે. વૈતાદ્યપર્વત ઉપર પણ નગરો છે.
શેષ ૧૨ ક્રોડ ગાઉમાં ગંગા વગેરેના પાણી, તેના દ્વીપ વગેરે છે.
ચક્રીનો કાળ અત્યંત સુખમય અને વૃક્ષો વગેરેથી ભરપૂર હોય છે. તેથી થોડા સ્થાનમાં પણ ગામ વગેરે સુખી હોય છે.