________________
૧૮૮
શ્રીઅંગુલસત્તરી
વાસુદેવનું ભવન ૬૪ હાથનું હોય છે. માંડલીકરાજાનું ભવન ૩ર હાથનું હોય છે. સામાન્ય લોકોના ભવન ૧૬ હાથના હોય છે.
કિલ્લાની દરેક શેરીમાં અનેક કારો હોય છે. તેથી તે દ્વારોને વિષે કિલ્લાના નગરો અનેક છે.
નગરની અંદરના ઘરો અને બહારના ઘરોમાં કોઈ ફરક નથી. તો ભરતક્ષેત્રમાં ભરતચક્રીનો પરિવાર કેમ ન સમાય ?
યુગલિક ઉત્પન્ન થયા પછીના કાળમાં ભરતક્ષેત્રમાં નગરોમાં અને ગામોમાં ઘણા લોકો સમાય છે તો પાછળના કાળમાં પણ સમાય.
આમ પ્રમાણાંગુલની પહોળાઈથી પૃથ્વી વગેરે માપતા ભરતક્ષેત્રમાં ભરતચક્રીનો પરિવાર સમાય છે તો ક્ષેત્રગણિત આશ્રયી પ્રમાણાંગુલથી કે સૂચી પ્રમાણાંગુલથી પૃથ્વી વગેરેના માપ ન કઢાય.
અમારે (ગ્રંથકારને) આ બાબતમાં કોઈ કદાગ્રહ નથી, પણ પૂર્વાપર (આગળ-પાછળ) વિરોધ લાગતો હોવાથી આમ કહ્યું છે.
આ પ્રરૂપણા કરવામાં કંઈ ઉત્સુત્ર પ્રરૂપણ થયું હોય તો તેનું મિચ્છામિ દુક્કડ દઉં , કેમકે તત્ત્વના જાણકાર તો જિનેશ્વર ભગવંતો છે.
શ્રીઅંગુલસત્તરીનો પદાર્થસંગ્રહ સમાપ્ત