________________
૧૮૦
શ્રીઅંગુલસત્તરી
૪ હાથ.
૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ | ૬ ઉત્સધાંગુલ = ૧ પાદ ૨ પાદ
= ૧ વેંત ર વેત
= ૧ હાથ
= ૧ ધનુષ્ય ૨,૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ
= ૧ યોજન ઉત્સધાંગુલથી દેવો વગેરેના શરીરો મપાય છે.
(ર) આત્માગુલ - જે કાળે જે પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય તેમનું અંગુલ તે આત્માંગુલ. જે પુરુષો પોતાના અંગુલથી માપતા ૧૦૮ અંગુલથી વધુ કે ઓછા પ્રમાણવાળા હોય તેમનું અંગુલ તે આત્માગુલ ન કહેવાય પણ આત્માંગુલાભાસ કહેવાય. આત્માગુલ કાળ વગેરેના ભેદના કારણે અનિયત હોય છે. તેનાથી વાસ્તુ મપાય છે.
વાસ્તુ ત્રણ પ્રકારે છે –
(૧) ખાત - ભૂમિની નીચે હોય તે ખાત. દા.ત. કુવા, તળાવ, ભોયરૂં વગેરે.
(૨) ઉચ્છિત - ભૂમિની ઉપર હોય તે ઉચ્છિત. દા.ત. હવેલી વગેરે.
(૩) ઉભય - ભૂમિની નીચે હોય અને ઉપર પણ હોય તે ઉભય. દા.ત. ભોંયરાસહિત હવેલી વગેરે.
(૩) પ્રમાણાંગુલ - ભરત ચક્રવર્તીનું જે આત્માગુલ તે પ્રમાણાંગુલ છે.