SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ શ્રીઅંગુલસત્તરી ૪ હાથ. ૮ યવમધ્ય = ૧ ઉત્સધાંગુલ | ૬ ઉત્સધાંગુલ = ૧ પાદ ૨ પાદ = ૧ વેંત ર વેત = ૧ હાથ = ૧ ધનુષ્ય ૨,૦૦૦ ધનુષ્ય = ૧ ગાઉ ૪ ગાઉ = ૧ યોજન ઉત્સધાંગુલથી દેવો વગેરેના શરીરો મપાય છે. (ર) આત્માગુલ - જે કાળે જે પુરુષો પોતાના અંગુલથી ૧૦૮ અંગુલ ઊંચા હોય તેમનું અંગુલ તે આત્માંગુલ. જે પુરુષો પોતાના અંગુલથી માપતા ૧૦૮ અંગુલથી વધુ કે ઓછા પ્રમાણવાળા હોય તેમનું અંગુલ તે આત્માગુલ ન કહેવાય પણ આત્માંગુલાભાસ કહેવાય. આત્માગુલ કાળ વગેરેના ભેદના કારણે અનિયત હોય છે. તેનાથી વાસ્તુ મપાય છે. વાસ્તુ ત્રણ પ્રકારે છે – (૧) ખાત - ભૂમિની નીચે હોય તે ખાત. દા.ત. કુવા, તળાવ, ભોયરૂં વગેરે. (૨) ઉચ્છિત - ભૂમિની ઉપર હોય તે ઉચ્છિત. દા.ત. હવેલી વગેરે. (૩) ઉભય - ભૂમિની નીચે હોય અને ઉપર પણ હોય તે ઉભય. દા.ત. ભોંયરાસહિત હવેલી વગેરે. (૩) પ્રમાણાંગુલ - ભરત ચક્રવર્તીનું જે આત્માગુલ તે પ્રમાણાંગુલ છે.
SR No.023388
Book TitlePadarth Prakash Part 15
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy