________________
૧૭૮
શ્રીઅંગુલસત્તરી
શ્રીમુનિચન્દ્રસૂરિ વિરચિત
' અંગુલસત્તરી :
પદાર્થસંગ્રહ શ્રીમુનિચન્દ્રસૂરિજીએ અંગુલસત્તરી રચી છે. તેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
અંગુલ ત્રણ પ્રકારના છે – (૧) ઉત્સધાંગુલ (૨) આત્માંગુલ (૩) પ્રમાણગુણ.
(૧) ઉત્સધાંગુલ - પરમાણુ વગેરેથી મપાયેલ અંગુલ તે ઉત્સધાંગુલ કહેવાય છે.
પરમાણુ બે પ્રકારના છે – સૂક્ષ્મ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ.
અનંત સૂક્ષ્મ પરમાણુઓ વિગ્નસા પરિણામથી ભેગા થાય ત્યારે ૧ વ્યાવહારિક પરમાણુ બને છે. તેને તીક્ષ્ણ શસ્ત્રથી પણ છેદી કે ભેદી ન શકાય.
૮ વ્યાવહારિક પરમાણુ = ૧ ઉશ્લષ્ણશ્લણિકા ૮ ઉશ્લષ્ણશ્લર્ણિકા = ૧ શ્લષ્ણશ્લણિકા