________________
૧૪૪
શ્રીવિચારપંચાશિકા
પુદ્ગલોનું અલ્પબદુત્વઃ
ક્રમ પુદ્ગલો અલ્પબદુત્વ ૧ | પ્રયોગપરિણત અલ્પ ૨ | મિશ્રપરિણત અનંતગુણ | ૩ | વિશ્રસાપરિણત
અનંતગુણ પ્રયોગપરિણત પુદ્ગલો : ઔદારિક વગેરે ૧૫ પ્રકારના યોગથી પરિણત પુદ્ગલો તે પ્રયોગપરિણત પુદ્ગલો છે.
મિશ્રપરિણત પુદ્ગલો પ્રયોગકૃત આકારને છોડ્યા વિના જે પુદ્ગલો વિશ્રસાથી અન્ય પરિણામને પામે તે મૂકાયેલા કલેવર વગેરેના અવયવો એ મિશ્રપરિણત યુગલો છે, અથવા વિશ્રાથી પરિણત ઔદારિક વગેરે જે વર્ગણાઓ જીવના પ્રયોગથી એકેન્દ્રિય વગેરેના શરીર વગેરે રૂપે પરિણામ પામે તે મિશ્રપરિણત પુદ્ગલો છે. પ્રયોગપરિણત પુદ્ગલોમાં વિશ્રા પરિણામ હોવા છતાં તેની વિવક્ષા કરી નથી.
વિશ્રસાપરિણત યુગલો સ્વાભાવિક રીતે પરિણામ પામેલા પુદ્ગલો તે વિશ્રસાપરિણત યુગલો છે. તે મિશ્રપરિણત પુદ્ગલો કરતા અનંતગુણ છે, કેમકે પરમાણુ વગેરે જીવને અગ્રહણયોગ્ય પુદ્ગલો પણ અનંત છે. વિચાર ૭મો-અપ્રદેશ-સપ્રદેશ યુગલો
અપ્રદેશ પુદ્ગલો ચાર પ્રકારના છે -
(૧) દ્રવ્યથી અપ્રદેશ યુગલો - પરસ્પર અસંયુક્ત પરમાણુઓ.