________________
શ્રીવિચારપંચાશિકા
૧૪૭
વિચાર ૮મો-કૃતયુગ્મ વગેરેનું સ્વરૂપ
જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૦ રહે તે કૃતયુગ્મ સંખ્યા છે. દા.ત. ૨૦
જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૩ રહે તે ત્રેતૌજ સંખ્યા છે. દા.ત. ૨૩
જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૨ રહે તે દ્વાપરયુગ્મ સંખ્યા છે. દા.ત. રર
જે સંખ્યાને ૪ થી ભાગતા શેષ ૧ રહે તે કલ્યોજ સંખ્યા છે. દા.ત. ૨૧
એક જીવના પ્રદેશ, ધર્માસ્તિકાયના પ્રદેશ, અધર્માસ્તિકાયના પ્રદેશ, લોકાકાશના પ્રદેશ કૃતયુગ્મ સંખ્યા પ્રમાણ છે. (પરસ્પર તુલ્ય છે.)
સૌધર્મ દેવલોક અને ઈશાન દેવલોકના દેવો અસંખ્ય ઉત્સાર્પણી – અવસર્પિણીના સમયો જેટલા છે. તે ત્રેતૌજ સંખ્યા પ્રમાણ છે.
એક આકાશપ્રદેશમાં રહેલા અનંતઅણુવાળા સ્કંધો સુધીના સ્કંધો દ્વારપયુગ્મ સંખ્યા પ્રમાણ છે.
નીચેના રર જીવો દરેક આઠમા અનંત (મધ્યમ અનંત અનંત) પ્રમાણ છે. તે કલ્યોજ સંખ્યા પ્રમાણ છે. (૧) પર્યાપ્તા બાદર વનસ્પતિકાય (પ) પર્યાપ્તા બાદર જીવો (૨) અપર્યાપ્તા બાદર વનસ્પતિકાય (૬) અપર્યાપ્તા બાદર જીવો (૩) પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય (૭) પર્યાપ્તા સૂક્ષ્મ જીવો (૪) અપર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાય (૮) અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો