________________
૧૪૫
શ્રીવિચારપંચાશિકા
(૨) ક્ષેત્રથી અપ્રદેશ પુદ્ગલો - એક આકાશપ્રદેશમાં રહેલા અને પોતાના ક્ષેત્રને નહિ છોડનારા પુદ્ગલો.
(૩) કાળથી અપ્રદેશ પુદ્ગલો – પોતાના ક્ષેત્રને છોડી અન્ય ક્ષેત્રમાં જતા અને દરેક સ્થાનમાં ૧ સમય રહેતા પુદ્ગલો.
(૪) ભાવથી અપ્રદેશ પુગલો – વર્ણથી – એક ગુણ કાળા, એક ગુણ પીળા વગેરે પુદ્ગલો.
ગંધથી -- એક ગુણ સુરભિ વગેરે પુદ્ગલો. રસથી – એક ગુણ કડવા વગેરે પુગલો.
સ્પર્શથી – એક ગુણ રૂક્ષ અને એક ગુણ શીત પુદ્ગલો, અથવા એક ગુણ રૂક્ષ અને એક ગુણ ઉષ્ણ પુદ્ગલો, અથવા એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ શીત પુદ્ગલો, અથવા એક ગુણ સ્નિગ્ધ અને એક ગુણ ઉષ્ણ પુદ્ગલો.
સપ્રદેશ પુલો ચાર પ્રકારના છે -
(૧) દ્રવ્યથી સપ્રદેશ પુગલો - પરસ્પર ભેગા થયેલા બે વગેરે પરમાણુઓ.
(ર) ક્ષેત્રથી સપ્રદેશ પુગલો - બે વગેરે આકાશપ્રદેશોમાં રહેલા ચણુક વગેરે સ્કંધો.
(૩) કાળથી સપ્રદેશ પુદ્ગલો -બે વગેરે સમયોની સ્થિતિવાળા યાવત્ અસંખ્ય સમયોની સ્થિતિવાળા પુદ્ગલો.
(૪) ભાવથી સપ્રદેશ પુદ્ગલો - વર્ણથી બે ગુણ કાળા વગેરે પુદ્ગલોથી માંડીને અનંતગુણ કાળા વગેરે પુદ્ગલો.