________________
શ્રીવિચારપંચાશિકા
૧૪૩ શરીરો-કાર્પણ શરીરો અનંતગુણ છે. તેમના કરતા પણ જીવે મૂકેલા તૈજસ શરીરો-કાર્પણ શરીરો અનંતગુણ છે. શેષ મૂકાયેલા શરીરો તો તેમના અનંતમા ભાગે છે. આમ જીવો કરતા તૈજસ શરીરના પુદ્ગલો પણ અનંતગુણ છે તો કાર્મણ શરીર વગેરેના બધા પુદ્ગલો તો અવશ્ય જીવો કરતા અનંતગુણ છે.
પુદ્ગલો કરતા સમયો અનંતગુણ છે. સમયક્ષેત્રના દરેક દ્રવ્યપર્યાય પર વર્તમાન સમય છે. આમ વર્તમાન સમય સમયક્ષેત્રના દ્રવ્યપર્યાયગુણો છે. તેથી એક સમયમાં પણ અનંતા સમયો છે. આમ વર્તમાનસમય પણ પુદ્ગલો કરતા અનંતગુણ છે, કેમકે એક દ્રવ્યના પર્યાયો પણ અનંતાનંત છે. આમ પુદ્ગલો કરતા સમયો અનંતગુણ છે. (આમ સર્વલોકના પર્યાયો કરતા પણ સમયો અનંતગુણ સંભવે છે.)
સમયો કરતા દ્રવ્યો વિશેષાધિક છે. દરેક સમય એ દ્રવ્ય છે. સર્વ દ્રવ્યોમાં શેષ જીવ-પુદ્ગલ-ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યોનો પણ સમાવેશ થાય છે. તે જીવ વગેરે શેષ દ્રવ્યો સમયો કરતા અલ્પ છે. માટે સમયો કરતા સર્વ દ્રવ્યો વિશેષાધિક છે.
સ્કંધ એ દ્રવ્ય છે. સ્કંધના અવયવો પ્રદેશો પણ છે અને દ્રવ્ય પણ છે. તેમ સમયસ્કંધમાં રહેલ સમયો પ્રદેશો પણ છે અને દ્રવ્ય પણ છે.
દ્રવ્ય કરતા પ્રદેશો અનંતગુણ છે, કેમકે સમયદ્રવ્યો કરતા આકાશપ્રદેશો અનંતગુણ છે.
પ્રદેશો કરતા પર્યાયો અનંતગુણ છે, કેમકે દરેક આકાશપ્રદેશ પર અનંત અગુરુલઘુ પર્યાયો છે.