________________
૧૭૨
શ્રીપુદ્ગલપરાવર્તિસ્તોત્ર એક ભવમાં એક જીવને આશ્રયીને થનારા સંયમસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો દરેક અસંખ્યગુણ છે. સંયમસ્થાનો અને રસબંધના અધ્યવસાયસ્થાનો અને પરસ્પર તુલ્ય છે. આ રસબંધાવ્યવસાયસ્થાનો વડે જીવ આઠ કર્મોના રસવિશેષોને બાંધે છે.
એક જીવ જેટલા કાળમાં રસબંધના અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ બધા અધ્યવસાયસ્થાનોને સ્પર્શીને મરે, એટલે કે આઠ કર્મોને અસંખ્ય રસભેદોને બાંધીને મરે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત.
(૮) સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં રસબંધના બધા અધ્યવસાયસ્થાનોને ક્રમશઃ સ્પર્શીને મરે, એટલે કે આઠે કર્મોના બધા રસભેદોને ક્રમશઃ બાંધીને મરે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત.
અથવા (૭) બાદર ભાવ પુદ્ગલપરાવર્ત - ૫ વર્ણ, ર ગંધ, પ રસ, ૮ સ્પર્શ, અગુરુલઘુ, ગુરુલઘુ-આ રર ભેદે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક બાદર ભાવ પુદ્ગલપરાવર્ત.
(૮) સૂક્ષ્મ ભાવ પુલપરાવર્ત ઉપર કહેલા રર ભેદ માંથી એક-એકપણે એક જીવ જેટલા કાળે સર્વ પુદ્ગલોને સ્પર્શે તેટલો કાળ તે એક સૂક્ષ્મ ભાવ પુદ્ગલપરાવર્ત.
શ્રીપુગલપરાવર્તસ્તોત્રનો પદાર્થસંગ્રહ સમાપ્ત