________________
શ્રીવિચારપંચાશિકા
૧૩૯
વૈક્રિય શરીર તથા આહારક શરીરમાં -
ઉત્પત્તિના પ્રથમ સમયે આહા૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય.
ત્યાર પછી અંતર્મુહૂતૅ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ઈન્દ્રિયપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે ભાષાપર્યાપ્તિ પૂર્ણ થાય. ત્યાર પછીના સમયે મનપર્યાપ્તિ પૂર્ણ થાય.
દેવોને છએ પર્યાપ્તિઓની શરૂઆત એકસાથે થાય. પહેલા સમયે આહા૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. પછી અંતર્મુહૂતૅ શ૨ી૨૫ર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે ઈન્દ્રયપર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ પૂર્ણ થાય. પછીના સમયે ભાષાપર્યાપ્તિમનપર્યાપ્તિ એક સાથે પૂર્ણ થાય.
લબ્ધિ અપર્યાપ્તા જીવો પણ પહેલી ત્રણ પર્યાપ્તિ અવશ્ય પૂર્ણ કરે, ત્યાર પછી અંતર્મુહૂર્તમાં આયુષ્ય બાંધે, ત્યાર પછી અબાધાકાળરૂપ અંતર્મુહૂર્ત જીવે, ત્યાર પછી જ તેઓ મરણ પામે, કેમકે પહેલી ત્રણ પર્યાપ્તિઓથી પર્યાપ્તા જીવો જ આયુષ્ય બાંધે છે.
પર્યાપ્તિને આશ્રયી જીવોના ચાર પ્રકાર
(૧) લબ્ધિ પર્યાપ્તા - જે જીવોએ સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય, પણ પૂર્ણ કરીને જ મરવાના હોય તે લબ્ધિપર્યાપ્તા જીવો.
(૨) લબ્ધિ અપર્યાપ્તા - જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મરે તે લબ્ધિઅપર્યાપ્તા જીવો.