________________
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
૧૦૫ તે દુ:પ્રસહસૂરિ દશવૈકાલિકસૂત્ર, જિતકલ્પસૂત્ર, આવશ્યકસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર, નંદિસૂત્રને ધારણ કરશે. સદા ઇંદ્ર વગેરે તેમને નમશે. તેઓ છઠ્ઠનો ઉત્કૃષ્ટ તપ કરશે. તેમનું શરીર ૨ હાથનું હશે. તેમનું આયુષ્ય ૨૦ વર્ષનું હશે. તેમાં તેઓ ૧૨ વર્ષ ગૃહસ્થાવસ્થામાં, ૪ વર્ષ દીક્ષામાં અને ૪ વર્ષ ગુરુપણામાં (સૂરિપણામાં) પસાર કરશે. અંતે તેઓ અટ્ટમ કરી સૌધર્મ દેવલોકમાં ૧ સાગરોપમ આયુષ્યવાળા દેવ થશે. ત્યાંથી તેઓ ભરતક્ષેત્રમાં સિદ્ધ થશે.
પાંચમા આરાના અંતે શ્રુત, સૂરિ, સંઘ, ધર્મ પહેલા પ્રહરમાં વિચ્છેદ પામશે, ન્યાયધર્મ મધ્યાહને વિચ્છેદ પામશે. અગ્નિ ત્રીજા પ્રહરમાં વિચ્છેદ પામશે. ત્યારે વિમલવાહનરાજા અને સુભૂમમંત્રી હશે. છઠ્ઠો આરો - પાંચમો આરો પૂરો થયા પછી ૭ દિવસ ખારા પાણીના મેઘો વરસશે.
પછી ૭ દિવસ અગ્નિ વરસશે. પછી ૭ દિવસ વિષ વરસશે. પછી ૭ દિવસ ખાટાપાણીના મેઘો વરસશે.
પછી ૭ દિવસ વિજળી વરસશે. ત્યારે ખરાબ પવન વાશે. તે બહુ રોગ કરાવનાર જલ વરસાવશે. તે પર્વત અને સ્થલ સમાન કરી નાંખશે. પૃથ્વી અંગારા અને રાખથી ઢંકાયેલ અંગારા જેવી અને ઘાસરહિત થશે. સર્વત્ર હાહાકાર મચી જશે. પક્ષીઓ પણ વૈતાદ્યપર્વત વગેરેમાં બીજમાત્ર જેટલા હશે. મનુષ્યો ૨ હાથ ઊંચા, ૨૦ વર્ષને આયુષ્યવાળા, માછલા ખાનારા, બિલમાં રહેનારા, દુર્ગતિમાં જનારા, ખરાબ વર્ણ અને રૂપવાળા, ક્રૂર, લજ્જારહિત, વસ્ત્રરહિત, કર્કશ વચનવાળા, પિતા-પુત્ર વગેરેની મર્યાદા વિનાના થશે. સ્ત્રી છ વર્ષે ગર્ભને ધારણ