________________
૧૦૬
શ્રીકાલસપ્તતિકપ્રકરણ કરશે. તે દુઃખેથી જન્મ આપશે. તે ઘણા સંતાનોવાળી હશે. વૈતાદ્યપર્વતની બંને બાજુ ઘણા માછલાવાળી, રથના માર્ગ જેટલા પ્રવાહવાળી ગંગા-સિંધુ નદીઓ હશે. તેમના કિનારે કિનારે ૯-૯ બિલો હશે. ગંગાનદીના ૪ કિનારા છે. વૈતાદ્યપર્વતની ઉત્તર તરફ પૂર્વમાં અને પશ્ચિમમાં તથા વૈતાદ્યપર્વતની દક્ષિણ તરફ પૂર્વમાં અને પશ્ચિમમાં ગંગાનદીનો ૧-૧ કિનારો છે. એ જ રીતે સિંધુ નદીના ૪ કિનારા છે. બન્ને નદીઓના કુલ કિનારા ૮ છે. તેથી કુલ ૮ X ૯ = ૭ર બિલો હશે. તે બહુરોગવાળા મનુષ્યોના સ્થાનો હશે.
છઠ્ઠા આરા પછી છ આરાવાળી ઉત્સર્પિણી આવશે. તેના આરાનું પ્રમાણ વિપરીતક્રમે અવસર્પિણીના આરાની જેમ છે. અવસર્પિણીના છઠ્ઠા આરાને અંતે અને ઉત્સર્પિણીના પહેલા આરાની શરૂઆતમાં મનુષ્યો ૧ હાથ ઊંચા અને ૬ વર્ષના આયુષ્યવાળા હશે. ઉત્સર્પિણી
ઉત્સર્પિણીના પહેલા આરાના અંતે – ૭ દિવસ પુષ્કર(જલ)રસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ ક્ષીર(દૂધ)રસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ ધૃતરસવાળા મેઘો વરસશે. પછી ૭ દિવસ અમૃતરસવાળા મેઘો વરસશે.
તેનાથી ભૂમી ઠંડી થશે, અન્ન સ્નેહવાળુ થશે અને ઔષધિઓ રસવાળી થશે.
બીજા આરામાં નગર વગેરેની વ્યવસ્થા કરનારા જાતિસ્મરણ જ્ઞાનવાળા વિમલવાહન, સુદામ, સંગમ, સુપાર્શ્વ, દત્ત, સુમુખ, સન્મતિ નામના કુલકરો થશે.
ત્રીજા આરામાં ર૩ તીર્થકરો, ૧૧ ચક્રવર્તીઓ, ૯ બળદેવો, ૯ વાસુદેવો, ૯ પ્રતિવાસુદેવો, ૯ નારદો થશે.