________________
૧૦૪
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ (૧૩) ૧૩૦૦ વર્ષે અનેકપ્રકારના મતિભેદ થયા જેનાથી
જીવો અનેક પ્રકારે સંદેહમોહનીય બાંધવા લાગ્યા છે. (૧૪) ૧૯૧૨ વર્ષ ૫ માસે ચૈત્ર સુદ-૮ના દિવસે
પાટલીપુત્રમાં ચંડાળકુળમાં સાધુઓને પ્રતિકૂળ એવો કલ્કિ-રુદ્ર-ચતુર્મુખ એ ત્રણ નામવાળો રાજા થયો. તેના ૧૮ વર્ષ બાળપણમાં, ૧૮ વર્ષ દિગ્વિજયમાં અને ૫૦ વર્ષ રાજયમાં વીત્યા. તેણે કુલ ૮૬ વર્ષનું આયુષ્ય પાળ્યું. તે મુનિઓ પાસે ભિક્ષાનો છઠ્ઠો અંશ માંગતો હતો. ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરી તેને મારી નાંખ્યો. પછી તેણે તેના દીકરા દત્તને રાજય પર
સ્થાપ્યો. તે દરરોજ એક દેરાસર બંધાવતો હતો. (૧૫) ૧૯૧૬ વર્ષે (પાઠાંતરે ૧૮૫૦ વર્ષ) તે દત્તરાજાએ
સુરાષ્ટ્રદેશ અને તુક્કનું રાજય લઈ લીધુ અને ઘણા વર્ષોથી અપૂજ્ય શત્રુંજયગિરિનો ઉદ્ધાર કર્યો. તેના પુત્રો જિનદત્ત વગેરે રાજાઓ પ્રાતિપદ વગેરે આચાર્યોને નમ્યા. ત્યારે જાતિસ્મરણજ્ઞાન -
અવધિજ્ઞાન વગેરે પણ થોડું થોડું થયું. (૧૬) ૧૦૦ વર્ષ જૂન ૨૧,૦૦૦ વર્ષોમાં ૧૧,૧૬,૦૦૦
જિનભક્ત રાજાઓ થશે. (૧૭) ૨૧,000 વર્ષને અંતે સ્વર્ગમાંથી આવેલા
દુ:પ્રસહસૂરિ, ફલ્યુશ્રી સાધ્વી, નાગિલ શ્રાવક,
સર્વશ્રી શ્રાવિકા થશે. તે અંતિમ સંઘ હશે. ભગવાનની આજ્ઞાથી યુક્ત એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક, એક શ્રાવિકા એ સંઘ છે, બાકીનો હાડકાનો સમૂહ છે, કેમકે તેમાં કોઈ ગુણરૂપી સાર નથી.