________________
શ્રીવિચારપંચાશિકા
૧ ૨૭
શ્રીવિજયવિમલગણિ વિરચિત
: શ્રીવિચારપંચાશિકા
પદાર્થસંગ્રહ શ્રીવિજયવિમલગણિએ શ્રીવિચારપંચાશિકાની રચના કરી છે. તેની ઉપર અવચૂરિ પણ તેમણે જ રચી છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
અહીં ૯ વિચાર કહેવાના છે. તે આ પ્રમાણે છે – (૧) શરીર (૨) જીવ કેટલો કાળ ગર્ભમાં રહીને નરકમાં અને સ્વર્ગમાં
જાય છે? નરક-સ્વર્ગમાંથી ગર્ભજ મનુષ્યમાં આવેલો
જીવ કેટલો સમય આવે ? (૩) અપુદ્ગલી અને પુદ્ગલી (૪) સંમૂર્છાિમ મનુષ્યોની ગતિ-આગતિ (૫) પર્યાપ્તિ (૬) જીવ વગેરેનું અલ્પબદ્ધત્વ (૭) સપ્રદેશ-અપ્રદેશ પુદ્ગલો (૮) કૃતયુગ્મ વગેરે (૯) પૃથ્વી વગેરેનું પરિમાણ