________________
૧૨૮
વિચાર ૧લો-શરીર :
શરીર ૫ પ્રકારના છે – ઔદારિક, વૈક્રિય, આહારક,
કાર્મણ.
(૧) કારણ
(૨) પ્રદેશસંખ્યા
(૩) સ્વામી
શ્રીવિચારપંચાશિકા
આ પાંચ શરીરોને વિષે ૯ દ્વા૨ોની વિચારણા કરવાની છે. તે આ પ્રમાણે છે -
દ્વાર ૧લુ-કારણ :
(૪) વિષય
(૫) પ્રયોજન
(૬) પ્રમાણ
તૈજસ,
(૭) અવગાહના
(૮) સ્થિતિ
(૯) અલ્પબહુત્વ
ઔદારિક શરીર સ્થૂલપુદ્ગલોથી બનેલું છે.
વૈક્રિય શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. આહારક શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. તૈજસ શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે. કાર્યણ શરીર તેના કરતા સૂક્ષ્મપુદ્ગલોથી બનેલું છે.
ઔદારિક શરીરને ઉદાર એટલે પ્રધાન કહ્યું છે, કેમકે જગતમાં તીર્થંકરનું રૂપ સર્વશ્રેષ્ઠ છે અને તેમનું શરીર તે ઔદારિક શરીર છે.
તીર્થંકરના રૂપ કરતા ગણધરનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આહારકશરીરીનું રૂપ અનંતગુણહીન છે.
7 આવશ્યકનિર્યુક્તિમાં શ્રીભદ્રબાહુસ્વામીજીએ પણ કહ્યું છે - ‘વાહર આહાર अणुत्तरा य जाव वण- चक्कि - वासु-बला । मंडलिया जा हीणा छट्टाणगया भवे મેસા ॥ ૧૭૦ ॥'