________________
શ્રીવિચારપંચાશિકા
૧૨૯ તેના કરતા અનુત્તરવાસી દેવનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા રૈવેયકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા અય્યત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આરણ દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા પ્રાણત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા આનત દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સહસ્રાર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા મહાશુક્ર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા લાંતક દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા બ્રહ્મલોક દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા માહેન્દ્ર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સનકુમાર દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ઈશાન દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા સૌધર્મ દેવલોકના દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ભવનપતિ દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા જ્યોતિષ દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા વ્યંતર દેવોનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા ચક્રવર્તીનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા વાસુદેવનું રૂપ અનંતગુણહીન છે. તેના કરતા બળદેવનું રૂપ અનંતગુણહીન છે.