________________
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
૯૩
છ પ્રકારના પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) બાદર ઉદ્ધાર પલ્યોપમનસાગરોપમઃ
ઉત્સધ અંગુલથી બનેલ એક યોજન લાંબો-પહોળો-ઊંડો ગોળ પ્યાલો કલ્પી તેને દેવકુરુ-ઉત્તરકુરના મનુષ્યના મસ્તક મુંડાવ્યા પછી ૧ થી ૭ દિવસમાં ઊગેલા વાલાગ્રોથી ઠાંસી ઠાંસીને એવી રીતે ભરવો કે જેથી અગ્નિ તે વાલીગ્રોને બાળી ન શકે, વાયુ તેમને હરી ન શકે, પાણી તેમને ભીંજવી ન શકે. પછી એક-એક સમયે તેમાંથી ૧-૧ વાસાગ્ર બહાર કાઢતા જેટલા કાળે સંપૂર્ણ પ્યાલો ખાલી થઈ જાય તે એક બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા સમય પ્રમાણ છે. ૧ બાદર ઉદ્ધાર પલ્યોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ બાદર ઉદ્ધાર સાગરોપમ. બાદર ઉદ્ધાર પલ્યોપમ અને બાદર ઉદ્ધાર સાગરોપમનું બીજું કોઈ વિશિષ્ટ પ્રયોજન નથી. છતાં તેમની પ્રરૂપણા કરી છે તે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ અને સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનું જ્ઞાન સહેલાઈથી થઈ શકે તે માટે. એમ આગળ પણ જાણવું. (૨) સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમઃ
દરેક વાલાના અસંખ્ય ટુકડા કરીને તે પ્યાલો ભરવો. તે ટુકડા નિર્મળ આંખવાળો છદ્મસ્થ મનુષ્ય જેને ન જોઈ શકે એવા પુદ્ગલદ્રવ્યના અસંખ્યાતમા ભાગ જેટલા અને સૂક્ષ્મ નિગોદના જીવના શરીર કરતા અસંખ્યગુણ જેટલા અને બાદર પર્યાપ્ત પૃથ્વીકાયના શરીર જેટલા હોય છે. દરેક સમયે ૧-૧ ટુકડો બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ છે. તે સંખ્યાતા ક્રોડ વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ * ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમ. આ પલ્યોપમ અને સાગરોપમથી દ્વીપ-સમુદ્રો મપાય છે.