________________
૯૪
(૩) બાદર અદ્ધા પલ્યોપમ-સાગરોપમ :
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે બાદર ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાગ્રોથી ભરી દર સો વરસે ૧-૧ વાલાગ્ર બહાર કાઢતા સંપૂર્ણ પ્યાલો ખાલી થતા જેટલો કાળ લાગે તે એક બાદર અદ્ધા પલ્યોપમ છે. તે સંખ્યાતા વર્ષ પ્રમાણ છે. ૧ બાદર અહ્વા પલ્યોપમ x ૧૦ ૪ ક્રોડ x ક્રોડ = ૧ બાદર અદ્ધા સાગરોપમ. (૪) સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ-સાગરોપમ ઃ
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
પૂર્વે કહેલા પ્યાલાને પૂર્વે સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ-સાગરોપમના નિરૂપણમાં કહ્યા મુજબ વાલાગ્રોના ટુકડાઓથી ભરી દર સો વરસે ૧-૧ ટુકડો બહાર કાઢતા પ્યાલો ખાલી થતા જે સમય લાગે તે એક સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ છે. તે અસંખ્ય વર્ષ પ્રમાણ છે. ૧ સૂક્ષ્મ અહ્વા પલ્યોપમ x ૧૦ ૪ ક્રોડ x ક્રોડ = ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ
X = ૧ ઉત્સર્પિણી. ૧ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ x ૧૦ x ક્રોડ x ક્રોડ = ૧
અવસર્પિણી.
૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી = ૧ કાળચક્ર અનંત કાળચક્ર = ૧ પુદ્ગલપરાવર્ત. અનંત પુદ્ગલપરાવર્ત = અતીતાદ્વા ૧અનંત પુદ્ગલપરાવર્ત = અનાગતાદ્વા
૧. આ ભગવતી સૂત્રની ટીકાનો અભિપ્રાય છે. જેમ અનાગતાદ્વાનો અંત નથી તેમ અતીતાદ્ધાની આદિ નથી. તેથી બન્ને સમાન છે. તે પાઠ આ પ્રમાણે છે - અહવા પડુખ્વ વાતું, ન સવ્વમવ્યાળ હોડ઼ વૃત્તિી । ખં તીયડળયાઓ, અદ્ધાઓ રો વિ તુન્નો ॥ (શતક ૧૨, ઉદ્દેશ ૨)
જીવસમાસનો અભિપ્રાય એવો છે કે અતીતાદ્વા કરતા અનાગતાદ્વા અનંતગુણ છે, કેમકે અનાગતાદ્વાનો ક્યારેય ક્ષય નથી થતો. તે પાઠ આ પ્રમાણે छे - उस्सप्पिणी अनंता पुग्गलपरियट्टओ मुणेयव्वो । तेऽणंता तीयऽद्धा અમ્પાયના અનંત મુા ॥ (જીવસમાસ, ગા.૧૨૯)