________________
(૩) ત્રણ
શ્રીકાલસપ્તતિકાપ્રકરણ
૯૯ (૧) માંગ - આ કલ્પવૃક્ષ દ્રાક્ષનું પાણી વગેરે પીવાની વસ્તુઓ
આપે છે. (૨) ભૂંગાંગ - આ કલ્પવૃક્ષ સુવર્ણના થાળી, વાટકા વગેરે વાસણો
આપે છે. ત્રુટિતાંગ - આ કલ્પવૃક્ષ વાજિંત્ર સહિત બત્રીસ પાત્રવાળા નાટક દેખાડે છે.
જ્યોતિરંગ - આ કલ્પવૃક્ષ રાત્રે પણ સૂર્યના પ્રકાશ જેવી
પ્રભાને પ્રગટ કરે છે. (૫) દીપાંગ - આ કલ્પવૃક્ષ ઘરમાં દીવાની જેમ પ્રકાશ કરે છે. (૬) ચિત્રાંગ - આ કલ્પવૃક્ષ વિવિધ પ્રકારના સુગંધી પુષ્પો અને
માળાઓ આપે છે. (૭) ચિત્રરસાંગ - આ કલ્પવૃક્ષ સુંદર છ રસથી ભરપૂર એવો
મિઠાઈ વગેરે આહાર આપે છે. (૮) મયંગ - આ કલ્પવૃક્ષ મણિ, મુગટ, કુંડળ, કેયુર વગેરે
આભરણો આપે છે. ગેહાકાર - આ કલ્પવૃક્ષ રહેવા માટે વિવિધ ચિત્રશાળાઓ સહિત ૭ માળના, ૫ માળના, ૩ માળના વગેરે મકાનો
આપે છે. (૧૦) અનગ્ન - આ કલ્પવૃક્ષ દેવદૂષ્ય વગેરે વસ્ત્રો અને આસનો
શયાઓ વગેરે આપે છે.
ત્રીજા આરાના અંતે 1 પલ્યોપમ બાકી હોય ત્યારે દક્ષિણ ભરતક્ષેત્રના વચલા ત્રીજા ભાગમાં ગંગા-સિંધુ નદીઓની વચ્ચે કુલકરોની ઉત્પત્તિ થાય છે. તેમના નામ, આયુષ્ય, શરીરપ્રમાણ અને નીતિ આ પ્રમાણે છે –