________________
1 ઘડપણની જાહોજલાલી
વર્ષો પૂર્વે અમદાવાદમાં વયોવૃદ્ધ જૈનાચાર્ય પૂજ્યપાદ ભદ્રકરસૂરીશ્વરજી મહારાજના દર્શન-વંદન કરવા ગયેલા. તે વખતે તેઓશ્રીની ઉંમર અંદાજે પંચાણું વર્ષની હતી. તબિયત નાદુરસ્ત અને ખોરાક નહીંવત છતાં પ્રસન્નતા પૂર્વવતું. દિવસનો મોટો ભાગ વાંચનમાં જ વ્યતીત કરતા. આંખે થોડું ખેંચીને વાંચવું પડતું અને કાને પણ મહામુસીબતે સંભળાતું.
વંદન કરીને સાતાપૃચ્છા કરીને બેઠા. અમારામાંથી કોઈએ સહજભાવે પૂછી નાંખ્યું : “સાહેબજી! હવે વાંચવા-સાંભળવામાં તકલીફ પડતી હશે, નહીં?' એક નાજુક સ્મિત વેરીને ચોપડી બંધ કરી, સહેજ ટટ્ટાર થઈ અને પછી તેઓશ્રીએ અમને જ સામો પ્રશ્ન કર્યો: “વૃદ્ધાવસ્થામાં લગભગ બધાના આંખ, કાન, હાથ અને પગ બધું નબળું પડે છે. આવું કેમ થતું હશે, કહો જોઉં?'
તેઓશ્રી જ કંઈ કહેવા માંગતા હતા એમ જણાતા અમે મૌન રહી સાંભળવા ઉત્સુક બન્યા અને સહેજ નજીક સરક્યા. તેઓશ્રીએ ત્યારે ગજબની વાત કરી : “જુઓ! આંખ, કાન, જીભ વગેરેને જ્ઞાનેન્દ્રિય કહેવાય છે. કારણ કે તેનાથી રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દની જાણકારી મળે છે. હાથ-પગ વગેરેને કર્મેન્દ્રિય કહેવાય છે, કારણ કે તેનાથી અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. વૃદ્ધાવસ્થા એટલે બાહ્યભાવથી નિવૃત્ત થઈને અંદર ઊતરી જવાની અવસ્થા. બહાર દોડવાનું અને ભટકવાનું આપોઆપ સ્થગિત થઈ જાય તે માટે સમય થતાં કુદરત જ ઈન્દ્રિયોના તોફાની ઘોડાઓને શાંત કરી દે છે. કુદરતનો આ સંકેત છે કે “ભઈલા! ઈન્દ્રિયો દ્વારા ઘણું જોયું, ઘણું કર્યું. હવે
----
-– મનનો મેડિકલેઈમ (૬)------