________________
પહેલા ટૂંકી નોંધ તૈયાર કરી લેતા. આ ટૂંકી નોંધ વાળા પાનાને તેમનો નાનો સુપુત્ર કૌતુકથી જોતો હતો. કોણ જાણે મનમાં શું આવ્યું. તેણે દિવસાળી પ્રગટાવી અને ક્રમસર બધા કાગળિયા સળગાવ્યા. એને તો મજા પડી ગઈ. કાગળો અને પુસ્તકો પણ બાળ્યાં. એટલામાં જ ત્યાં આવી ચડેલા મોહનભાઈ તો આવો અગનખેલ જોઈને સ્તબ્ધ થઈ ગયા. મનને કાબૂમાં રાખીને અડધા બળેલા કાગળો ભેગા કર્યા. બધી નોંધો ફરીથી તૈયાર કરી. સહેજ પણ હતાશ થયા વિના તેમણે તેરમાં સૈકાના બધાં પ્રકરણો ફરીથી લખ્યાં. જૈન સાહિત્યના સંક્ષિપ્ત ઈતિહાસની પ્રસ્તાવનામાં તેઓ લખે છે:
ચિ. રમણીકે રમણીય કર્યું. એ પ્રકરણો અગાઉ કરતાં પણ સારા લખાયાં. સમતાની અગ્નિપરીક્ષામાં મોહનભાઈ ઉત્તીર્ણ થયા.
નુકસાનીને તો બધાએ સ્વીકારવી જ પડે છે. નિરાશ કે નાસીપાસ થયા વિના અને મનને ઉદ્વિગ્ન કર્યા વગર તેને વધાવી લે તે વિજેતા કહેવાય. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય છે : winners don't do different things, They do the things differently. કાર્યભેદથી નહીં, પણ કાર્યશૈલીના ભેદથી મહાનતા ને સુદ્રતા વચ્ચેનો ભેદ પારખી શકાય છે.
કુમારપાળ મહારાજાના મંત્રી બાહડે શત્રુંજય તીર્થાધિરાજનો જીર્ણોદ્ધાર કરાવેલો. મુખ્ય દેરાસર સંપૂર્ણ થયાના સમાચાર આપનારને તેમણે સોનાના બત્રીસ દાંત જડેલી જીભ ભેટમાં આપી હતી, પણ બીજે જ દિવસે એક અકસ્માત સર્જાયો. દેરાસરના ભમતીના ભાગમાં ભરાયેલા પવનનું દબાણ વધવાથી દીવાલોમાં તિરાડો પડી ગઈ. આખા સ્ટ્રક્ટરને ઉતારી દઈને ફરીથી ઊભું કરવાની નોબત આવી.
પેલા માણસે નીચી મૂંડીએ આવા આઘાતજનક સમાચાર આપ્યા ત્યારે ક્ષણવારમાં જ સ્વસ્થ થઈ જઈને મંત્રીએ તે સમાચાર લાવનાર માણસને બે સુવર્ણ જીભ ભેટમાં આપી. પેલો સ્તબ્ધ થઈ ગયો. ત્યારે
----
-– મનનો મેડિકલેઈમ (૮૮)
-