Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 91
________________ ત્રીજું વિશ્વયુદ્ધ ક્યાં આગળ ખેલાશે? ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે ખેલાશે? આ અંગે દરેકના જુદા અંદાજ હોઈ શકે. એક અંદાજ મુજબ ત્રીજું વિશ્વયુદ્ધ ઓલરેડી ચાલુ થઈ ચૂક્યું છે તે માનવના મસ્તિષ્કમાં ખેલાઈ રહ્યું છે. તે ધર્મ અને વિજ્ઞાન વચ્ચે ખેલાઈ રહ્યું છે. આવનારા દાયકાઓ કદાચ આ અંગે નિર્ણાયક નીવડશે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક કાર્લ ગુસ્તાવ યુગ લખે છે : એક ધર્મ જેટલી સમસ્યાઓના સમાધન કરે છે, હજારો મનોવૈજ્ઞાનિકો પણ આજ સુધી એટલાસમાધાન આપી શક્યા નથી. અતિભોગરસના કારણે વિરાટ પાયે અને વ્યાપક સ્તરે થઈ રહેલો રકાસ જોઈને બુદ્ધિવાદી વર્ગ પણ હવે ‘જીવનમાં ધર્મની જરૂરિયાત અંગે વિચારતા થયો છે. ધસમસતા જીવનમાં સેફ્ટીવાલ્વની ગરજ સારે તે માટે પણ ધર્મનો સ્વીકાર કર્યા વગરહવે છૂટકો નથી. બહારના ઉકળાટને દૂર કરનારા પંખાને માણસ જો અપનાવી શકે તો બહારના ઉકળાટ કરતા અધિક પીડાકારી એવા અંદરના ઉકળાટને દૂર કરનારા ધર્મને અપનાવતા કોણ અચકાય? લોકો રસોડામાં એકઝોસ્ટ ફેન શા માટે બેસાડે છે? તો સગવડને ગૌણ ગણી શાંતિ અને સમાધિની મુખ્યતા ગણનારા ધર્મને આ જ બેઝ પર જરૂર અપનાવી શકાય છે. ઠંડક ન આપતો હોવા છતાં પણ તે અંદરના ઉકળાટને બહાર કાઢી લે છે એટલી ગુણવત્તા જોઈને જ માણસે એકઝોસ્ટ ફેનને અપનાવ્યો છે. તો પછી આ જ મુદ્દે સકલ જીવરાશિના સુખશાંતિ અને સમાધિની દરકાર કરનારા ધર્મશાસનનો જ્વલંત વિજય થાઓ ! – મનનો મેડિકલેઈમ ૮૬)

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110