________________ શરીર માંદું પડે ત્યારે પણ જો મન સાજું હોય તો માંદગી ગંભીર નથી. અને, શરીર સાજું હોય ત્યારે પણ મનને માંદું પડવાનાં કારણો અઢળક છે. શરીરના રોગો ઘણાં, છતાં મર્યાદિત છે. મનના રોગો અગણિત છે. શરીરના રોગની પીડા તો રોગ વખતે જ થાય, મનનો રોગી તો વગર રોગે પણ પીડા પામતો હોય છે. શરીરનો રોગ જીવલેણ નીવડે ત્યારે તે શરીરને સ્મશાનમાં બાળવું પડે છે. મનનો રોગ તો મારવાનું અને બાળવાનું, બંને કામ સાથે કરે છે. પણ મનના રોગનું એક જમા પાસું છે : શરીરના રોગની દવા બહારથી લાવવી પડે છે, મનના રોગની દવા મનમાં જ ઉપલબ્ધ છે. વળી, મનની આ દવા મનનો રોગ થયો હોય તો મટાડે, સાથે રોગ થાય જ નહીં, તેની પણ કાળજી કરે આવી કાળજીનું બીજું નામ : મનનો મેડિકલેઈમ