Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 107
________________ શોર્ટ ટર્મ ક્રાઈસિસને સહન કરતા રહેવાથી લોંગ લાટિંગ ડિઝેસ્ટર સામે પણ ટકી રહેવાનું વિશિષ્ટ બળ મળે છે. વળી આ નુકસાની. સામેના શીઘ્ર વિકલ્પો પણ હાથવગા હોય છે. પછી મનને દૂષિત બનાવવાથી ફાયદો શું? (૨) જે નુકસાનીમાં રૂપિયા પાંચસોથી વધુનું નુકસાન થતું ન હોય તેવા સંયોગોમાં મનને બગડવા દેવું નહીં જેમકે બારીનો કાચ તૂટી ગયો, શર્ટ ફાટી ગયું, ઈસ્ત્રી કરતા ઝભ્યો બળી ગયો, ચંપલ ચોરાઈ ગયા, પાકીટ મરાઈ ગયું, ટ્રેઈન ચૂકી ગયા. મન અમૂલ્ય છે. પ્રસન્નતા તેનું ઘરેણું છે. કરોડો રૂપિયા કરતાં પણ તે વધુ કિંમતી છે. ટેવ પાડવા માટે કમ સે કમ પાંચસોથી ઓછામાં તો પ્રસન્નતાનું લીલામન જ થવા દેવું. (૩) અમુક સમય જતાં સંયોગો ચોકકસપણે ફરવાના હોય તેવા સંયોગામાં મનને બગડવા દેવું નહીં જેમ કે બહુગરમી પડે છે, સખત ઠંડી પડે છે, બહુ વરસાદ છે, ખૂબ અંધારું છે... વગેરે. આ બધું અમુક અમુક સમયે અવશ્ય પલટાશે. (૪) સામાન્ય પ્રતિકારથી જે પીડાનું નિવર્તન થવું શક્ય હોય તેવા સંયોગામાં મનને બગડવા દેવું નહીં જેમ કે હાથ કે પગમાં સામાન્ય ક્રેક, મેલેરિયા, ટાઈફોઈડ, ન્યુમોનિયા કે ડિહાઈડ્રેશન, કોઈની ગાડી વચ્ચે પાર્ક કરેલી છે. બે ગોળી લેવાથી ઊતરી જાય તેવા સામાન્ય તાવ વખતે પેશન્ટને સીધો આઈ.સી.યુ. ભેગો ન કરાય. તેમ સામાન્ય પ્રયત્નથી જેનો ઉપાય શક્ય હોય તેવા સંયોગોમાં પ્રસન્નતાને સ્મશાન ભેગીન કરાય. (૫) વસ્તુમાં, વ્યક્તિમાં કે સંયોગોમાં ફેરફાર શક્ય જ ન હોય તેવા સંયોગોમાં મનને બગડવા દેવું નહીં જેમ કે દીકરો – મનનો મેડિકલેઈમ (૧૦૨) -

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110