Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 105
________________ માણસોના સ્વભાવ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. વસ્તુના સ્વરૂપ અકળ અને અગમ્ય હોય છે. ક્યારેક કાળ પ્રતિકૂળ હોય છે તો ક્યારેક નિયતિ વિપરીત હોય છે. તકલીફ બદલ મન બગાડવાને બદલે તકલીફનાં ખરાં કારણોને પિછાણ તેનો ઉપાય કરવો જોઈએ. બધી તકલીફો બીજાઓ દ્વારા જ આવતી હોય છે તેવું પણ હોતું નથી. આવેલી પીડા મનને અરતિ ઉપજાવે છે. તેમાંથી કેટલીય પીડામાં મન બગાડવા જેવું કાંઈ ખાસ હોતું નથી. તેમાંથી કેટલીય પીડામાં તો આપણને મન બગાડવાનો અધિકાર પણ હોતો નથી. કેટલીય પીડા આપણા હસ્તક જ આવી હોય છે. ધંધામાં કરેલું આંધળું સાહસ ક્યારેક ભારે પડી જાય. ખાનપાનમાં રાખેલો અસંયમ ક્યારેક વળતો જવાબ આપે છે. રસ્તે ચાલવામાં, દાદરા ચડવામાં કે ગાડી ચલાવવામાં રાખેલી ગફલત ક્યારેક ખાટલો બતાવી આપે છે. સંતાનના સાંસ્કારિક ઘડતરની ઉપેક્ષા સેવવાના કારણે ક્યારેક તેના માઠા પરિણામ ભોગવવા પડે. દીકરાની કાઢેલી વધુ પડતી ઝાટકણી ક્યારેક બૂમરેંગ થાય. રાહદારી સાથે કરેલી જીભાજોડી ક્યારેક જોખમી બની જાય. સગાભાઈ સાથે સંબંધ બગાડી બેઠા અને અવસરે તે કામ ન આવ્યો. બોલવાની ઉતાવળના કારણે મોટી પાર્ટીહાથમાંથી ચાલી ગઈ. નુકસાનીના જનક જનેતા આપણે જ છીએ. પછી શું? માવતર કમાવતર શીદને થાય? ઉતાવળ અને અસંયમના જોખમી સ્થાનેથી ફરી ગબડવાનું ન થાય તેનું ધ્યાન રાખવું. Follow the 4T Principle-Take time to think. કેટલીક પીડા આપણે દત્તક લીધેલી હોય છે. અનુભવીની સલાહની અવગણના કરીને લીધેલી જગ્યા કે ખરીદેલો માલ માથે પડે, કરેલો સોદો ભારે પડે કે કરેલા વિવાહ નિષ્ફળ નીવડે ત્યારે થયેલી ----- મનનો મેડિકલેઈમ (૧૦૦)

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110