Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 89
________________ કાળો પડે. ફાનસ એક માથાકુટિયું સાધન છે. લાઈટ તો કહ્યાગરા કંતની જેમ સેવા આપે છે. માત્ર સ્વિચ ઓન કરો ને પ્રકાશ જ પ્રકાશ! આધુનિક સાધન આવવાથી માણસના પક્ષે માત્ર પરિશ્રમ ઘટ્યો છે તેવું માનતા. રેઝિટિંગ સાધન સાથે શી રીતે કામ પાર પાડવું તે અંગેની ટેક્નિકનું ટ્યુશન પણ તેનું બંધ થયું. આ ફાનસ તો માત્ર નમૂનો છે. જૂનાં તમામ સાધનો સાથે નવાં સાધનોને સરખાવી જુઓ. જૂનાં તમામ સાધનો રેઝિસ્ટન્ટ એન્ડ રિએક્ટિવ હતાં. નવાં બધાં જ સાધનો ઓબિડિયન્ટ એન્ડ ઈન્સ્ટન્ટ છે. ચાંપ દાબતા જ કામ થાય. આથી આવાં સાધનો વાપરવા ટેવાયેલા માણસના મનમાં સહેજે એક વૃત્તિ પેદા થાય છે કે કોઈ પણ કામતરત જ થવું જોઈએ. હું “ચૂપ' કહું એટલે પત્નીએ બોલવાનું બંધ કરવું જ જોઈએ. અને હું “બોલ' કહું એટલે દીકરાએ બોલવું જ જોઈએ. જાણે ચૂપ' એટલે Mute‘બોલ” એટલે Play. તદન નાના અને નજીવા કહેવાય એવા પ્રસંગોમાં માણસ ઊકળી જાય છે. તેની પાછળ એક કારણ આ પણ જણાય છે કે અત્યંત કહ્યાગરા વૈજ્ઞાનિક સાધનોના વપરાશના કારણે માણસના રુઆબ, ઈચ્છાશક્તિ અને અપેક્ષાશક્તિમાં ધરખમ વધારો થયો છે. તે ન સંતોષાય એટલે પિત્તો જાય. મગજની સમતુલા અને કુટુંબનો લય બધું જ ખોરવાય છે. કોઈ દાંતણ વેંચનારી બાઈ પોતાને ત્યાં રહેલી ગધેડી ચાલે નહીં ત્યારે તેને બુચકારીને કહેતી કે હેંડમારી બુન. હેંડ. હેંડને ગધેડીને બહેન કહે એટલે નવાઈ તો લાગે જ ને? કોઈએ કારણ પૂછ્યું તો કહે : આ તો ભારે અળવિતરું પ્રાણી છે. પણ તેની સાથે મીઠાશથી બોલવાની ટેવ એટલે પાડું છું કે ઘરાકો ------– મનનો મેડિકલેઈમ (૮૪)----–

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110