Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 87
________________ તેની પાસે કોઈ પ્રમાણ જ્ઞાન નથી. ચપટી મીઠું દાળમાં સ્વાદ ઉમેરી શકે છે, ને ચપટી ખાંડ ચામાં ટેસ્ટ લાવી શકે છે. તે જ મીઠું કે સાકર પ્રમાણાતીત થવાથી તે વસ્તુને જ બેસ્વાદ બનાવી દે છે. થોડીક સગવડ જીવનને કદાચ આનંદ આપી શકે, પણ સગવડના અતિરેકથી જાણે આનંદ પણ કંઈક બેસ્વાદ બને છે. વિજ્ઞાનના પટ્ટધરોને ન રુચે, ન ગમે તેવી આ કડવી વાસ્તવિકતા છે કે વિજ્ઞાને માણસને સગવડનો નશો કરાવ્યો છે. કેફ એવો તો ચડાવ્યો છે કે સમાધિનું લક્ષ્ય પણ ચુકાઈ ગયું છે. નશાખોરને લક્ષ્ય કેવું? રાસાયણિક ખાતર કદાચ એક વાર મબલખ પાક મેળવી પણ આપે છતાં સરવાળે ધરતીને વાંઝણી બનાવીને જંપે છે. સગવડનો વિકરાળ અતિરેક જીવન માટે છેવટે તો ખતરનાક ખેલ સાબિત થાય છે, જે માણસના સત્ત્વ, સ્વત્વ અને સમાધિના રસકસને ચૂસી લઈને તેની જીવનધ૨ાને સાવ સૂકીભઠ્ઠ બનાવીદે છે. જીવનમાં સહિષ્ણુતાનું મહત્ત્વ વિશ્વનાથ શાસ્ત્રીજી બંગાળના પ્રસિદ્ધ વિદ્વાન હતા. તેમના જીવનનો એક પ્રસંગ ઘણો હૃદયસ્પર્શી છે. એક વખત તેમને બીજા કેટલાક વિદ્વાનો તરફથી શાસ્ત્રચર્ચા માટેનું આમંત્રણ મળ્યું હતું. યોગ્ય સમયે શાસ્ત્રચર્ચા શરૂ થઈ. શાસ્ત્રીજીના પ્રકાંડ પાંડિત્ય સામે સામા પક્ષના બધા જ વિદ્વાનો નિરુત્તર થવા લાગ્યા અને તેમનો પરાજય નિશ્ચિત જણાવા લાગ્યો. શાસ્ત્રીના મુખ પર સ્મિત ફરકતું હતું. સામે પક્ષે જીતવાનો અન્ય કોઈ ઉપાય ન રહેવાથી છેલ્લા વિદ્વાને ખિસ્સામાંથી પોતાની સૂંઘવાની તમાકુની ડબ્બી બહાર કાઢીને ઉઘાડી ----- મનનો મેડિકલેઈમ ૮૨ -0-0-0

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110