Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 85
________________ જેવો હોય છે. ડ્રાઈવર ન આવે ત્યારે સાહેબના મોઢાને ઈસ્ત્રીની જરૂર લાગે. એરકંડિશનરન ચાલે ત્યારે ઘરમાં વગરતપસ્યાએ રાત્રિ જાગરણ થાય છે. ટી.વી. બગડી જાય ત્યારે આયનામાં કાર્ટુન દેખાય છે. કમ્યુટરની એકાદ ફ્લોપી ખોવાઈ જાય તો દિવસનું આખું પ્રોગ્રામિંગ ખતમ થઈ જાય છે. સ્વાવલંબનને સમાધિની આધારશીલા માનીને જીવનમાં આગળ વધનારો આ રીતે દુ:ખી ન થાય. રોજ સ્વેચ્છાએ એકાદ વખત પણ લિફ્ટનો ઉપયોગ કરવાનું ટાળે છે તેને ખ્યાલ પણ નથી હોતો કે તે પોતાની પ્રસન્નતાની પોલિસી ઉતારી રહ્યો છે. ક્યારેક લિફ્ટ બંધ હોય ત્યારે તેના મગજનો પારો નહીંચડે, તે જાતે દાદરા ચડી જશે. સ્ટેશનથી ઘર સુધી જવા માટે રિક્ષાને બદલે પગ વાપરવાની જેને ટેવ છે તેના મનની પ્રસન્નતા રિક્ષાની સ્ટ્રાઈક સાથે સ્ટ્રાઈક પર ઊતરતી નથી. ઘરનું થોડુંક કામ જાતે કરવાવાળા, ક્યારેક માણસ ન આવે ત્યાર પૂરતા તો માણસ બની શકે. વોશિંગ મશીન, એ.સી., ટી.વી., લિફ્ટ, મોબાઈલ, રિમોટ, કમ્યુટર, કેક્યુલેટર... આજનો માણસ આમાંથી કેટલું છોડી શકે ? આજે માણસે વિકાસ સાધ્યો છે એવું કોઈ કહે ત્યારે ઘડીક પ્રશ્ન થાય કે માણસ તો પોતાની કાર્યવાહી જ ભૂલી ગયો છે. વિકાસ તો યંત્રોએ સાધ્યો છે. કપડાં ધોવા, ગણતરી કરવી, યાદ રાખવું, ચડવું ઊતરવું વગેરે ક્રિયાઓ તો યુગોના યુગોથી માણસ કરતો આવ્યો છે. આજે તે બધું યંત્રો કરે છે. | માણસ જે કરી શકતો હતો તે હવે કરી શકતો નથી અને યંત્રો જે કરી શકતાં નહોતાં તે હવે કરી શકે છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ અને સ્કિલ રેઈઝિંગની વાતો કરનારો માણસ આજે જાણે વિજ્ઞાને દત્તક લીધેલું અનાથ બાળક લાગે! --- – મનનો મેડિકલેઈમ (૮૦)

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110