________________
અને શાસ્ત્રીજીના ર્મો પર બધી તમાકુ ફેંકી. અચાનક થયેલા આવા બેહુદા વર્તનથી જરાય વિચલિત થયા વગર શાસ્ત્રીજીએ પોતાનો રૂમાલ કાઢીને મોં લૂછતા સ્વસ્થ સ્વરે કહ્યું : “આ તો વિષયાંતર થયું, ચર્ચા આગળ ચાલવા દો.” પંડિતજીના મુખ પર સ્મિત હજી પણ યથાવત હતું. આ જ ખરું વિજયી સ્મિત હતું.
સંસદના સત્રમાં પણ ટપાટપી થાય છે, ક્રિકેટના મેદાનમાં પણ સ્લેજિંગ ચાલે છે તો ઘર શેનું બાકાત રહે? પણ આવા પ્રસંગે આપણે સ્મિતવિહોણા થઈ જઈએ છીએ.
સભામાંથી બહાર નીકળતા શાસ્ત્રીજીને કો'કે પૂછ્યું : આવા ગેરવર્તનથી ગુસ્સો ન આવ્યો? ત્યારે તેમણે સરસ જવાબ આપ્યો : ઘરમાં રોજ ચૂલામાંથી નીકળતો ધુમાડો ખાઈને ટેવાઈ ગયા. આમાં ગુસ્સો શું કરે?
- રસોઈ બનાવતી વખતે માણસ પહેલાં ચૂલો વાપરતો હતો, આજે ગેસ વાપરે છે. પાકક્રિયા અને ભોજનક્રિયા તો યથાવત ચાલતી જ રહી. માત્ર સાધન બદલાયું. પણ આ સાધનના બદલાવની અસર માણસના સ્વભાવ સુધી પહોંચી છે તેની ભાગ્યે જ નોંધ લેવાઈ છે. ચૂલો ફેંકનારો રોજ ધુમાડા ખાતો ત્યારે આંખોમાંથી પાણી નીકળતું. આ ધુમાડો રોજ આંખને સાફ કરી આપતો જેથી જૂના માણસોને મોટી ઉંમર સુધી મોતિયો પણ આવતો ન હતો. ધુમાડો ખાવાની ટેવ પાડનારો બળતરાને સહન કરવાની તાલીમ અજાણપણે પણ મેળવી શકતો હતો. ગેસ અને લાઈટરભોજન આપી શકે, તાલીમ નહીં.
અંધારું થયા પછી માણસ ફાનસ પ્રગટાવે કે લાઈટ ચાલુ કરે તેમાં શું ફરક પડે? ઘણો ફરક પડી શકે. ફાનસ ચાલુ કરવામાં થોડો સમય લાગે. ફાનસને સ્વૈિર કરવામાં પણ થોડો સમય લાગે. પવન હોય તો ફાનસને વારંવાર પેટાવવું પડે, જ્યોત વધુ જ્વલંત હોય તો કાચ
-------- મનનો મેડિકલેઈમ (૮૩)
–