________________
ભાવતાલ વખતે રકઝક કરે ત્યારે પણ જીભ પરથી મીઠાશ ને મનમાંથી હળવાશ જતી ન રહે.
જૂનાં સાધનો સગવડિયાં નહોતાં, માથાકુટિયાં હતાં. પણ અળવીતરા સાથે પનારો પડે તોય કામ કઈ રીતે થાળે પાડવું તેનું શિક્ષણ આપનારા હતા. જેના કા૨ણે કુટુંબમાં સંવાદિતા જળવાઈ રહેતી.
નવાં સાધનો ઈન્સ્ટન્ટ કાર્યશીલ હોવાથી, સ્વાભાવિક રીતે જ ધૈર્ય અને સમતાને જખમ પહોંચાડે છે. આજે કોઈને લખવા આપેલા હિસાબમાં સરવાળો કરતા વાર લાગે તો પણ મન અકળાય છે. તેનું કા૨ણ એ છે કે કેલ્ક્યુલેટરનીઈન્સ્ટન્ટ સર્વિસના કારણે મન પોતાનું ધૈર્ય જાળવી શકતું નથી.
કોઈ વ્યક્તિનું સ૨નામું કે ફોન નંબર પૂછવા છતાં સામેથી‘યાદ નથી’નો જવાબ મળે તો મન એક્સાઈટ થઈ જાય છે તેનું કારણ શું ? કમ્પ્યુટરથી માણસની ધારણાશક્તિને જ નહીં ધૈર્યશક્તિને પણ ગબજનો ધક્કો લાગ્યો છે.
આજે માણસની સહિષ્ણુતાનું કાળમાન ક્ષણ માત્રથી ય ઓછું છે અને તેનું તોલમાપ રતિભાર માત્રથી ય ઓછું છે. તેમાં આધુનિક સાધનોનો ફાળો નાનોસૂનો નથી.
વિજ્ઞાન સાધન આપી શકે છે. તે સાધન દ્વારા સગવડ આપી શકે છે. શાંતિ આપવાનું સામર્થ્ય વિજ્ઞાન પાસે નથી.
માણસ પણ જબરું પ્રાણી છે. તે સુખનો ચાહક છે. વસ્તુઓનો સંગ્રાહક છે અને દુઃખનો ઉત્પાદક છે. આના કારણે શાંતિ અને સમૃદ્ધિ આમને સામને આવી ગયા છે. પહેલું વિશ્વયુદ્ધ ગઈ સદીના બીજા દાયકામાં ખેલાયું હતું. બીજું વિશ્વયુદ્ધ ગઈ સદીના ચોથા-પાંચમા દાયકામાં ખેલાયું હતું.
----
મનનો મેડિકલેઈમ ૮૫
-0-0