Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 95
________________ સરખાં જ લાગતાં હોય છે. જે ફરક હોય છે તે તો પાયામાં રહ્યો હોય છે. સરસ્વતીચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી આમ તો વકીલ હતા. એક દિ' તેમની નાનકડીદીકરીતેમની ગેરહાજરીમાં તેમના રૂમમાં ગઈ. કેટલાક અગત્યના કાગળો પર કાતર ચલાવીને સરસ પતંગ બનાવ્યો. સાંજે ઘે૨ આવેલા પિતાજીને આ પતંગ હોંશે હોંશે બતાવ્યો. ‘જુઓ પિતાજી ! નકામા કાગળીયામાંથી કેવો સરસ પતંગ બનાવ્યો. મેં પોતે બનાવ્યો છે.’ ત્રિપાઠી ક્ષણવાર તો હેબતાઈ જ ગયા. પણ હવે જ્યારે ઘટના ઘટી જ ચૂકી છે ત્યારે સ્વીકાર્યે જ છૂટકો છે. વહાલના દરિયાને માથે વહાલથીહાથ ફેરવતાં કહ્યું : ‘વાહ ! બહુ સરસ... પણ હવે આ રીતે મને પૂછ્યા વિના બીજી વાર કોઈ કાગળીયા લેતી નહીં હો !' સાંજે પતંગ ઉડાડતી દીકરીએ ફરી પિતાજીને પૂછ્યું: ‘કેવો સરસ ઊડે છે, નહીં?' મુખ પર સ્મિત સાથે ત્યારે તેઓ બોલેલા, ‘વાહ ! મારી દીકરી! તેં તો મારા નાટકને આકાશ સુધી પહોંચાડી દીધું !' જરા કલ્પના કરી જુઓ કે પૂરા રૂપિયા પાંચ લાખનો ચેક ટેબલ પરથી હવામાં ઊડી જાય ને પાછો હાથમાં જ ન આવે તો શું થાય ? કોઈ કષ્ટસાધ્ય સર્જનનું જ્યારે આકસ્મિક વિસર્જન થઈ જાય ત્યારે નુકસાનીનો ખરો અંદાજ તો સર્જક જ માંડીશકે. થોમસ કાર્લાઈલે ફ્રેન્ચ ક્રાન્તિ અંગે એક અદ્ભુત અને વિસ્તૃત થિસિસ લખીને તૈયાર કરેલો. તેનો મિત્ર આવીને ખાસ તે વાંચવા માટે પોતાના ઘરે લઈ ગયો. એક દિ' મધરાતે તે દોડતો થોમસના ઘે૨ આવ્યો. હાંફતા હાંફતા કહ્યું : ‘દોસ્ત ! મોટી ગરબડ થઈ ગઈ. મને માફ કરજે. તારા નિબંધના ઘણાં પાનાં સાફ થઈ ગયાં છે. થોમસ ઘડીભર તો અવાચક બની ગયો. પછી કહ્યું : ‘ચલો, બીજી થોડી વાતો કરીએ. આઘાતની કળ વળે તે પહેલાં પ્રત્યાઘાત આપી દેવાથી બંને દુઃખી થશે તેમ માનીને થોમસે આખી રાત બીજી ભળતી જ વાતોમાં મન પરોવી દીધું. કલાક પછી થિસિસમાં શું લખેલું તે વાત માંડી. પરોઢિયે છૂટા મનનો મેડિકલેઈમ ૯૦ -0-0-0

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110