Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 101
________________ પગાર અને પેમેન્ટનો દિવસ હોવાથી ઉતાવળે ઑફિસે પહોંચ્યા ત્યાં સુધી બધાં કામમાં રઘવાટ હતો પણ આજે દિવસ જ કાંઈક અલગ ઊગ્યો હતો. પાઉચમાં ચેકબુક મૂકવાની જ રહી ગયેલી. પરમાત્માનાં દર્શન કરતી વખતે અચાનક કો'ક શર્ટ-પેન્ટ પહેરેલો થાંભલો ક્યાંકથી આવીને વચ્ચે ગોઠવાઈ જાય ત્યારે આપણી બંને આંખની ભ્રમરો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. કપાળ ઉપર ઉપસેલી લકીરોમાં આપણી બગડી ગયેલી મનોદશાનો ગ્રાફ બરાબર ઝિલાય છે. જમવા બેઠા હતા ને પીરસનારે શાક એ રીતે નિતાર્યા વગર પીરસ્યું કે રેલો છેક રોટલી નીચે આવી ગયો. ત્યારે અપ્રસન્નતાનો રેલો છેકમનસુધી પહોંચે છે. કમ્પાઉન્ડમાંથી ગાડી બહાર કાઢતી વખતે કો'કે વચ્ચે ઊભી રાખી દીધેલી ગાડી નડે છે. હોર્ન વગાડવા છતાં કોઈ ફરકતું નથી. ત્યારે અંદરનો આવેશ ગાડીનાહોર્નમાંથી ધ્વનિત થતો હોય છે. રેલવે સ્ટેશનનો પુલ ચડતા હતા. તે વખતે આગળ ચાલતો પાટીવાળો વજનના કારણે બહુ ધીમે ચાલતો હતો તેથી ચાલવાની ગતિ ધીમી કરવી પડી. પણ તે વખતે મનની ગતિ વધી ગઈ. કોઈને કામ સોંપ્યું અને ધારો કે તે કામન થયું ત્યારે હાથ કપાળે અડે છે. હોઠ પહોળા થાય છે અને પેલી કહેવત અચૂક રિલીઝ થાય છે. --- – મનનો મેડિકલેઈમ ૯૬) -

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110