Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 86
________________ પરાવલંબન અને પરવશતા એટલી હદે વધી ગયા છે કે આજે માણસ સાધન વાપરે છે કે સાધનો માણસને વાપરે છે તે પણ કહેવું મુશ્કેલ છે. માણસને વાત કરવી હોય તો માત્ર મોઢાની જરૂર પડે. આજે મોબાઈલને વાત કરવી હોય ત્યારે માણસની જરૂર પડે છે. પહેલાં કંઈક યાદ રાખવા માટે મગજની જરૂર પડતી. આજે કમ્યુટરને પોતાનામાં બધું સ્ટોર કરવા માટે માણસની જરૂર પડે છે. માણસને ક્યાંક જવું હોય તો પગની જરૂર પડતી. આજે ગાડીને ફરવા જવાનું મન થાય ત્યારે તેને ડ્રાઈવર જોઈએ છે. પહેલાં ગણતરી કરવા માટે માણસ આંગળીના વેઢાની સહાય લેતો. આજે કેક્યુલેટરને કાઉન્ટિંગ કરવું હોય તો માણસની મદદ લે છે. લાગે છે સગવડ નામના સમ્રાટે માણસ નામના પ્રદેશના સાર્વભૌમત્વને પડકાર્યું છે. છે કઈ ભગતસિંહ? વિજ્ઞાને કરેલાં તમામ સાધનો સાથે ડિલીટ, સ્ટોપ, ઓફ કે મ્યુટની યંત્રણા હોય છે પણ વિજ્ઞાન સ્વયં નિરંકુશ છે. વાસ્તવમાં તો વિજ્ઞાનને વશ બનેલો માણસ જ નિરંકુશ છે. શેને પ્રમોટ કરવું? કેટલી હદે સંશોધન કરવું? આ અંગે વિજ્ઞાન પાસે વિરામ પણ નથી કે વિવેક પણ નથી. . માણસની વધુ ને વધુ સુખી થઈ જવાની કલ્પનાઓ તેને વિજ્ઞાનક્ષેત્રે આગળ જવા પ્રેરે છે. પણ તેની નિરંકુશ વિજ્ઞાન અંગેની કલ્પનાઓ કદાચ હજી અપૂર્ણ છે. અવકાશમાં તરતું મુકાયેલું સ્પેસ શટલ કોલંબિયા છેવટે નિરંકુશ બનીને ભારતની કલ્પના ચાવલાને લઈને તૂટી પડેલું. આ સ્પેસ શટલ વર્તમાન વિજ્ઞાનનું બરાબરનું પ્રતિનિધિત્વ કરે છે. કલ્પનાશિલ્પી બનીને વિજ્ઞાનના અવકાશયાનમાં આરુઢ થયેલી માનવીય કલ્પના'નો નતીજો વિચારવો રહ્યો. દાળમાં મીઠું કેટલું નાંખવું અને ચામાં ખાંડ કેટલી નાંખવી તે અંગે માણસ સાવધ છે. પણ જીવનમાં સગવડ કેટલી ભોગવવી તે અંગે – મનનો મેડિકલેઈમ (૮૧)

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110