Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 83
________________ નકામો બનાવી દઈને જ જંપે છે. સગવડ ચાનું સ્વરૂપ લઈને આવે ત્યાં સુધી તો સમજ્યા. પણ અતિરેકી બનીને તે જ્યારે ચરસનું સ્વરૂપ લઈને આવે ત્યારે ગાફેલ રહી તેનું સેવન કરનારાને પહેલાં 'કિક' લાગે છે ને પછી તેને લાત પડે છે. થોડા વખત પહેલાં જ અમેરિકામાં એક ઐતિહાસિક ઘટના બની હતી. ન્યુયોર્કમાં સદંતર બ્લેક આઉટ. અમેરિકાના આ અંધારપટને વિશ્વભરના વર્તમાનપત્રોમાં પ્રકાશિત કર્યો. લગભગ દોઢ દિવસ સુધી આ અંધારપટ છવાયેલો રહ્યો. જો આ સિલસિલો એકાદ મહિનો ચાલ્યો હોત તો શું થાત? શરુઆતમાં જનરેટર્સ અને પછી થોડા દિવસો બાદ આઈ.સી.યુ.ના વેન્ટિલેટર્સ ચાલતા હોત! ધારો કે કોઈ મોટી ગરબડ સર્જાવાથી સમગ્ર સેટેલાઈટ સિસ્ટમ ખોરવાઈ જાય તો કદાચ આપઘાતની સંખ્યામાં ધરખમ વધારો થઈ શકે તે હદે પરવશતાએ પંજો જમાવ્યો છે. વીજળી વગરના જીવનની કલ્પના પણ જાણે ડિપ્રેશનમાં ધકેલી દે. વર્તમાન વિજ્ઞાને માનવમનની પ્રસન્નતાને જાણે કે સ્વિચ બોર્ડમાં કેદ કરી દીધી છે. પરવશતાનો હાઈસ્કેલ ખરેખર ચિંતાજનક બની ગયો છે. કોઈને તૈયાર થતાં વાર લાગે ત્યારે પાંચ મિનિટ રાહ જોવાની જેની તૈયારી નથી એવો માણસ ઘરની બહાર નીકળીને પાંચ દાદરા ઊતરવા માટે પૂરી બે મિનિટ સુધી લીફટની રાહ જોતો ઊભો રહે ત્યારે કહેવું પડે કે તેને મન સ્નેહનું, શ્રમનું. સમયનું કે સ્વાવલંબનનું કોઈ મહત્ત્વવસ્યું નથી. પરાવલંબન એક એવું રિમુવર છે જે માણસને પોતાના કુટુંબથી અને કાયાથી પણ વિખૂટા પાડી દે છે. લિફ્ટ વાપરનારો પોતાના પગ ગિરવે મૂકે છે. તેનો તેને ખ્યાલ નથી રહેતો. નાની કાર્યવાહીમાં પણ કમ્યુટર અને કેક્યુલેટર વાપરનારો પોતાનું મગજ ગિરવે મૂકે છે. - – મનનો મેડિકલેઈમ (૭૮)

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110