Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 81
________________ આધુનિક સાધનોએ એક મહત્ત્વનું કામ કર્યું છે, વેગ આપવાનું. દૂરદૂરનાં દશ્યો દેખાડી દઈને તેણે આંખની શક્તિને વેગ આપ્યો છે. દૂર દૂરના શબ્દોને કર્ણગોચર બનાવી દઈને તેણે કાનની શક્તિને વેગ આપ્યો છે. દૂર દૂર સુધી માણસને પહોંચતો કરીને તેણે પગની શક્તિને વેગ આપ્યો છે. કમ્પોઝિંગ અને પ્રિન્ટિંગ દ્વારા તેણે હાથની શક્તિને વેગ આપ્યો છે. કમ્પ્યુટર્સ અને સીડી દ્વારા મગજની શક્તિને વેગ આપ્યો છે. બલ્બ્સ, ટ્યુબલાઈટ્સ અને લેમ્પ્સ દ્વારા દર્શન શક્તિને વેગ આપ્યો છે. સૌપ્રથમ તો મગજને ઠંડું પાડવાની જરૂર છે, પછી તેની ધાર કાઢવાની જરૂર છે, અને પછી વિચારવાની જરૂર છે કે ખરેખર વિજ્ઞાને વેગ આપ્યો છે કે આવેગ ? વેગ અને આવેગ વચ્ચે ફરક શું ? વ્યાકરણની પરિભાષામાં એમ કહેવાય છે કે વેગને ઉપસર્ગ લાગે ત્યારે આવેગ (આ + વેગ) બને. ખરેખર આજે એમ જ થયું છે. વેગને ઉપસર્ગ નડ્યો છે અને આવેગનો આવિર્ભાવ થયો છે. સરળતાથી સમજવું હોય તો એમ કહી શકાય કે જેને અટકાવી શકાય તે વેગ, અટકાવવો દુઃશક્ય હોય તે આવેગ. વહેતી નદીના વહેણ પાસે વેગ ક્યાં નથી? પણ એક નાનો સરખો ડેમ તેને આવતો રોકી શકે છે. પવન પાસે વેગ ક્યાં નથી ? પણ બારી બંધ કરીને તેને પણ રોકી શકાય છે. પછી વેગ જ્યારે આવેગનું સ્વરૂપ ધારણ કરે ત્યારે વૃક્ષોને હલાવતો પવન માણસોને અને મકાનોને પણ હલાવવા લાગે છે પછી તેને વાવાઝોડું કહેવું પડે. વહેવા અને ઢળવાના સ્વભાવવાળા પાણી પાસે પણ ગતિશીલતા તો છે જ. તેના આધારે નળનું પાણી બાલદીમાં આવે ત્યાં સુધી વાંધો નહીં. પણ તાપીનું પાણી સુરતની ગલીઓમાં ફરી વળે પછી તો તેને પૂર જ કહેવું પડે. ગૅસ પર ચા ઉકળે ત્યાં સુધી વાંધો નહીં, પણ તે જ આગ પછી રસોઈ પકવવાને બદલે બેકાબૂ બનીને જ્યારે આખા ઘ૨ને મનનો મેડિકલેઈમ ૮૭૬ -0-0-0-0 -0-0-0

Loading...

Page Navigation
1 ... 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110