Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 82
________________ લપેટમાં લે ત્યારે તેને ભડકો જ કહેવો પડે. ગાડી પાસે વેગ હોય છે. બ્રેક ફેઈલ થઈ ગયેલી ગાડી પાસે આવેગ હોય છે. પેન પાસે વેગ હોય છે પણ અંદરથી આવેગ આવે ત્યારે પેન લીક થાય છે અને બધું બગાડે છે. માનવીય શક્તિઓ અને સગવડોનું ભૌતિક સ્તર જોતાં જ જણાય છે કે તે વેગ સ્વરૂપ નથી પણ આવેગ સ્વરૂપ છે. સગવડને છોડવાનો સમય આવતાં તેને તરત જ છોડી શકાય તો વેગ કહેવાય. પણ તે સગવડ છોડતાં છોડતાં તો દમ છૂટી જતો હોય તો માનવું પડે કે તે આવેગ છે. પૂર ખરાબ છે, કારણ કે પ્યાસ બુઝવવાને બદલે તે પ્રાણ આંચકી લે છે. ભડકો ખરાબ છે, કારણ કે રોટલી શેકવાને બદલે તે આખા માણસને શેકી નાંખે છે. વાવાઝોડું ખરાબ એટલા માટે છે કે તે ઠંડે કલેજે બધું ઠંડુંગાર કરી નાંખે છે. તો સગવડ આપવાના બહાના હેઠળ માણસની સમાધિને ખતમ કરી નાંખનારા વિજ્ઞાન અંગે અભિપ્રય આપતા ગભરાટ શેનો? પાણી અને પૂર વચ્ચે કહો, કે વાયુ અને વાવાઝોડા વચ્ચે કહો, કે અગ્નિ અને આગ વચ્ચે કહો, ફરક માત્ર તોલમાપનો જ છે. સગવડ એ જીવનનું એક અંગ હોઈ શકે, પણ તે જ્યારે જીવનનું સર્વસ્વ બને ત્યારે વલોપાત અને વિનિપાત સિવાય કાંઈ હોઈ શકે નહિ. હાથમાં વીંટી પહેરાવવાના બદલે કોઈ આંગળી કાપી લે તો? ગળામાં હાર પહેરાવવાના બહાને કોઈ ગળચી દાબી દે તો? આંખમાં ટીપાં નાંખવાના બહાને કોઈ આંખમાં એસિડ નાંખી દે તો? સગવડ આપવાના નામે વિજ્ઞાનના અતિરેક માણસને જાણે કે લાચારીનો લકવો લાગુ પાડી દીધો છે. કોઈ પણ સગવડ ભોગવતી વખતે માણસ વિચારતો નથી કે આ સગવડ જરૂરી છે કે નહીં? આ સગવડો જોખમી છે કે નહીં? સગવડ એક જાતનો જળો છે. પહેલાં તે ચોંટે છે પછી તે ચૂસે છે. માણસને મનનો મેડિકલેઈમ (૭૭) -

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110