________________
તેનો રિપોર્ટ કવિની અદાથી આપતા હોઈએ છીએ. ગચેલી માંદગી જો શરીરમાં ફરીથી લાવવા નથી જ માંગતા તો તેને જીભ ઉપર ફરીથી લાવવાની કાંઈ જરૂર ખરી? માંદગીને મનમાં કે શરીરમાં લાવવી કે નહીં તે કદાચ આપણા હાથમાં ન હોય પણ તેને બેસવા માટે જીભનો ઝૂલો આપવો કે નહીં તે તો આપણા હાથમાં જ છે. વાસ્તવમાં આપણી વિરાટ માંદગીની પીડાનું વારંવાર વિસ્તૃત વ્યાપક અને મસાલેદાર વર્ણન કરવા દ્વારા માણસ સહાનુભૂતિ ભીખતો હોય છે. આને sympathy stunt of a weak mind કહી શકાય. પણ આવા વખતે આપણી સહનશક્તિનો સાચો સ્કેલ મપાઈ જાય છે.
કેટલાકને તો લોહીમાં જ સહિષ્ણુતા હોતી નથી. કોઈ સહન કરવાનું સૂચન કરે ત્યારે રોકડો ને ફાંકડો જવાબ : ઈ તો જેને થાય તેને ખબર પડે ! સહનશક્તિ જેવી રોગપ્રતિકારક શક્તિ બીજી કોઈ નથી. લોહીમાં હિમોગ્લોબિન કે વાઈટ સેલ્સનું પ્રમાણ રક્ત પરીક્ષણ દ્વારા નક્કી થાય છે. પણ આપણી સહિષ્ણુતાના સેલ્સનું પ્રમાણ જણાવતું પરીક્ષણ છે માંદગી. સમાધિનો વિજયધ્વજ જે દંડ પર ફરકાવવાનો છે તે દંડનું નામ છે સહનશક્તિ. નબળા દંડ પર ફરકતી ધજા સામે મોટું જોખમ ખરું. તેથી સહનશક્તિના દંડની મજબૂતાઈ ચકાસી લેવી જોઈએ. આપણી સહનશક્તિનો સાચો અંદાજ આપતી માંદગી તો એક વરદાન છે.
મરણ એટલ અંત. આ વિપરીત સમજ છે. વાસ્તવમાં મરણ એટલે પ્રારંભ. મરણ પછી એક નવી નક્કોર જિંદગીનો પ્રારંભ થાય છે. ટેસ્ટમેચમાં દિવસના અંતે બેટ્સમેનો પેવેલિયનમાં પાછા ફરે છે તેને અંત નથી કહેવાતો. બહુ બહુ તો વિરામ કહેવાય. પાછા સજ્જ થઈને તે બીજે દિ મેદાનમાં રમવા જાય. છે. નવો દિવસ કેવો હશે? ફેશમૂડ કે ટેન્શન
---------– મનનો મેડિકલેઈમ (૨૨)
--------
--