________________
આરાધના માટે કરી રાખેલી વિચારણાઓ આરામને ક્ષેત્રે સફળ બને. ધારેલું કાંઈ જ ન થાય અને નહીં ધારેલું ઘણું બધું થાય. સંયોગોની અનિશ્ચિતતા અને અણધાર્યાપણાનો અહેસાસ કરાવતી માંદગી તો એક વરદાન છે.
મન તો ચંચળ છે પણ તન ક્યાં ઠરીઠામ રહે છે ? ક્યારેક બારીએ તો ક્યારેક બારણે, ક્યારેક પલંગમાં તો ક્યારેક ગાડીમાં, ક્યારેક ઘરમાં તો ક્યારેક દુકાનમાં, ક્યારેક દેશમાં તો ક્યારેક વિદેશમાં.. માંદગી વખતે માણસનું આખુંય વિશ્વ તેની પથારી આસપાસ જ રચાઈ જાય છે. શાસ્ત્રોમાં સંલીનતા નામના તપનું વિધાન આવે છે. મન, વચન અને કાયાને સ્થિર કરી સંકોચી રાખવા તે સંલીનતા. સતત ભટકવા ટેવાયેલી કાયાને એક સ્થળે સ્થિર કરીને કાયસંલીનતાની તક આપતીમાંદગી તો એક વરદાન છે.
++&88&<+
ઘરના સભ્યોને ક્યારેક સ્વાર્થી કે મતલબી માની લીધેલા. જાણે કે બધા નામના સગા છે. કામના કોઈ નથી એવું માની લીધેલું. ઘરના કરતાં મિત્રો પર વધુ ભરોસો રાખતો હતો પણ માંદગીના અવસરે બધાને ખડે પગે સેવા કરતા જોયા. બે ભાઈઓ સાથે રહેતા હોય તેનો પ્રત્યક્ષ ફાયદો માંદગીના સમયે જ જણાય છે. બધાના સ્નેહ, સહકાર અને સેવાભાવનો સાક્ષાત્કાર કરાવતી અને સાથે રહેવાના લાભ સમજાવતીમાંદગી તો એક વરદાન છે.
કોઈ કૅન્સરગ્રસ્તને જોતાં જ કેવી અરેરાટી થાય છે ?
-0-0
મનનો મેડિકલેઈમ ૨૬.
1010