________________
જે શરીરને સાચવવામાં પાછું વાળીને જોયું નથી તે શરીર આવું તકલાદી! જે શરીરની શોભા ખાતર મેં મારા આત્માને કાબરચીતરો બનાવ્યો તે શરીર આવું દગાબાજ! જે શરીરની મમતાના કારણે હિંસા કરતાં અચકાયો નથી ને તપ કરતાં દર વખતે ગભરાતો હતો તે શરીર આવું મતલબી! લૂંટી લેવાય તેટલું બધું લૂંટી લઈને છેલ્લે મને પહેરે કપડે (ચોંટેલ કર્મે) કાઢી મૂકે તેવો આ ઠગ! જેની સાથે ભાગીદારીમાં ધંધો આદરેલો તે ભાગીદારના અસલી ચહેરાની આડે રહેલો નકાબ ચીરી દઈ તેની ખરી ઓળખ થાય છે માંદગી વખતે. આવી ઓળખ કરાવીને મને વેળાસર સાવચેત બની જવાની અક્કલ આપતી માંદગી તો એક વરદાન છે.
જેની પાસેથી રકમ લેવાની હોય તે રકમ આપતો નથી. વારંવાર ઉઘરાણી છતાં જવાબ આપતો નથી. છેલ્લે તેણે શરતી ચૂકવણી કરવાની મંજૂરી આપતા કહ્યું “જુઓ, હું તમને સીધા નહીં આપું, તમારે જેને આપવાના છે તેને આપી દઉં.” બહુ ન ગમે તેવું આ સમાધાન એક વાર સ્વીકારી તો લઈએ જ ! હાથમાં કાંઈ આવતું ન હોવા છતાં છૂપો આનંદ એ વાતનો છે કે લેણું ભલે ગયું પણ દેણું તો ઓછું થયું!
શરીરમાં કોઈ રોગ કે અચાનક આવતી માંદગી વખતે આ વિચારણા ખૂબ કામ આપે તેવી છે. સુખ આવતું ભલે અટકી ગયું પણ હવે જે દુઃખ આવવાનું હતું તે પછી આવશે નહીં. અત્યારે ભોગવાઈ ગયેલ દુઃખનો હવાલો પડી ગયો. માંદગી વખતે કર્મનું દેવું ચૂકતે થાય છે. સારું થયું અત્યારે રોગ આવી ગયો. કારણ કે અત્યારે સમજણના ઘરમાં છું. અજ્ઞાન અવસ્થામાં આવી હુમલો થયો હોત તો વધુ કર્મો બંધાયાં હોત. સમજદાર ન હોય તેવો દેવાદાર માણસ વધુ દેવું કરી બેસે છે. સમજણપૂર્વક સહન કરીને કર્મોનાં મોટાં દેવામાંથી
-----
– મનનો મેડિકલેઈમ (૨૪)---