Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 28
________________ સભર? આગલો દિવસ કઈ રીતે પૂર્ણ કર્યો હતો તેના આધારે તે નક્કી થાય. જીવનની છેલ્લી પળોના આધારે નવા જીવનની કવિતા રચાય છે, માટે મરણ સમાધિની અગત્યતા ગજબની છે. મૃત્યુ એટલે તો મહાપીડા. મૃત્યુ એટલે તો મહાવિયોગ. તેને સહજ કરવાના અવસરે ભલભલા રૂસ્તમો ય ગબડી પડ્યા છે. અઘરી મેચ રમતા પૂર્વે ખેલાડીઓ હંમેશા પ્રેક્ટિસ મેચોનો આગ્રહ રાખતા હોય છે. માંદગીને આવી પ્રેક્ટિસ મેચ ગણી રમતાં શીખવું જોઈએ. મૃત્યુ વખતની સમાધિને માંદગી નામનું પ્રેકિટસ સેશન મળે તો છેલ્લે જ્વલંત દેખાવની ઊજળી આશા સહજ બંધાય. આ રીતે તો સમાધિમરણની ભવ્ય તાલીમ આપવા માટે જ જાણે કે પધારનારી માંદગી તો એક વરદાન છે. માંદગી દરમિયાન ઘણીવાર એક વાક્ય મોઢે ચઢી જાય છે, “બસ, આવી પીડા તો કોઈને ન થજો.' આ શું સૂચવે છે? આપણી પીડામાંથી પ્રસવ થાય છે અનુકંપાશીલ સ્વભાવનો. પ્લાસ્ટરવાળા પગને ત્રણ મહિના સુધી વાળીને પલંગમાં પડ્યા રહેવું પડે ત્યારે ફ્રેક્સરગ્રસ્તો પ્રત્યે સૌથી વધુ દયા આપણને ઊપજે છે કારણ કે આપણી ઉપરતે વીત્યું છે. ઘણી રાતો રસ્તા પર કે ચટાઈ પર ભૂખ્યા જ સૂઈ જઈને જેણે ગાળી હોય તેવો માણસ શ્રીમંત બને છે ત્યારે ખરેખર ગરીબોને જોતાં જ તે પીગળી જાય છે. એક મજાની કહેવત છે ઘાયલ કી ગત ઘાયલ જાને. આનો સંક્ષેપાર્થ એટલો જ છે કે પીડા વખતે આપણું મન પીડાગ્રસ્તો પ્રત્યે એકદમ કૂણું બની જાય છે. હૈયાની કઠોર ધરતીને ખેડીને કોમળ બનાવવામાં નોંધપાત્ર ફાળો આપનારી અને આપણી અનુકંપાનું ક્ષેત્રફળ વધારી આપનારી માંદગી તો એક વરદાન છે. ---- મનનો મેડિકલેઈમ (૨૩) - - --

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110