Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 36
________________ બંનેની ભિન્ન હોય છે. આપણે શરીરને સર્વત્ર અગ્રક્રમ આપીએ છીએ. જ્યારે જ્ઞાનીને મન તો સાધનથી વધીને કાંઈ નહીં. આપણને રોગમાં કષ્ટ સિવાય બીજું કાંઈ દેખાતું નથી. જ્યારે સાધક તો રોગને પણ કમાણીના અવસર તરીકે મૂલવે છે. રોગાવસ્થાનું પણ એક ઈન્ટર્નલ કોમર્સ છે. રોગાવસ્થાને જો તેવા કમર્શિયલ એંગલથી જોતાં આવડી જાય પછી જાલીમ પીડા વચ્ચે પણ ટકી રહેવું આસાન છે. વેપારીને કમર્શિયલ એંગલ દેખાઈ જાય તો ઉજાગરા, ઓવરટાઈમ અને ભૂખમરો બધું કોઠે પડી જ જાય છે ને! સ્કૂલમાં પરીક્ષાનો સમય માત્ર ત્રણેક કલાક પૂરતો જ હોય છે, છતાં વિદ્યાર્થીના પૂરા બાર મહિનાની નિષ્ઠા તેમાં દેખાઈ આવે. વિદ્યાર્થી જે રીતે પરીક્ષાને મૂલવે છે તે રીતે માણસે રોગને મૂલવવો જોઈએ. ઠોઠને મનપરીક્ષાકાળ એટલે કચકચનો કાળ.. મધ્યમને મનપરીક્ષા કાળ એટલે કસોટીનો કાળ... હોશિયારને મન પરીક્ષા કાળ એટલે પ્રગતિનો કાળ... બસ, આવી જ રીતે રોગવસ્થાનું પણ ત્રિવર્ગીકરણ કરીને કહી શકાય અજ્ઞાનીને મન રોગનો કાળ એટલે કર્મના બંધનો કાળ, કારણ કે તેને રોગમાં કષ્ટનાં દર્શન થાય છે. આસ્તિકને મન રોગનો કાળ એટલે કર્મના ઉદયનો કાળ, કારણ કે તેને રોગમાં કર્મનાં દર્શન થાય છે. અધ્યાત્મીને મન રોગનો કાળ એટલે કર્મના ક્ષયનો કાળ, કારણ કે તેને કર્મજનિત કષ્ટમાં પણ કમાણીનાં દર્શન થાય છે.. . કો'કને ત્યાંથી આવનારી રકમ સીધી રીતે આવતી નથી. ત્યારે ધારો કે આપણા એક માથાભારે લેણદારે તે બીડું ઝડપ્યું. તેણે બારોબાર પોતાની વસૂલી કરીને આપણા ચોપડામાં પોતાના નામે હવાલો પડાવી દીધો ત્યારે આપણું લેણું ભલે ન આવ્યું પણ દેવું થોડુંક ઓછું થયું તે – મનનો મેડિકલેઈમ (૩૧) - - - - -

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110