Book Title: Manno Mediclaim
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 34
________________ છે. આના કારણે રોગ અને પીડાના અવસરે અસમાધિ સહજ થવા લાગી. આમ શરીરમાં મમતાના અને રોગ વખતે વિષમતાના સંસ્કારો પડી ગયા. બીજી રીતે મૂલવવું હોય તો એમ કહી શકાય કે તંદુરસ્તીમાં રાગ કરવાની મજા પડી ગઈ અને નાદુરસ્તીમાં દ્વેષ કરવાની આદત પડી ગઈ. શરીર તરફની સત્કાર દૃષ્ટિ અને રોગ પ્રત્યેની તિરસ્કારદૃષ્ટિ નામના બે ભૂંગળામાંથી આ ધુમાડો નીકળે છે. જે જુત્તા પહેરીને દોડવીરે દોડવાનું હોય તે જ જુત્તાની તે ઉપેક્ષા હરગિઝ ન કરે, સાથે તેને ગળે વળગાડીને ય ન ફરે. દોડવીરને મન પોતાના શૂઝનું જેવું સ્થાન હોય તેવું સમજું ને મન શરીરનું સ્થાન હોવું જોઈએ. આપણે શરીર અને રોગને જોવાના દૃષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે. અથવા સાધકોએ વિકસાવેલા દૃષ્ટિકોણને અપનાવવાની જરૂર છે. હવે ફરી વાંચી જુઓ રામકૃષ્ણ પરમહંસનો પેલો જવાબ. તેમાં આવા બંને વિકસિત દૃષ્ટિકોણ ઉપલબ્ધ છે. શરીરને શિંગડું માનો અને રોગને ફૂલની માળા માનો. સામાન્ય માન્યતા એવી છે કે શિંગડું એટલે વાંકડિયો ભાર અને ફૂલની માળા એટલે હળવી ફૂલ સુવાસ. આથી શિંગડા પ્રત્યે આકર્ષણ થવું મુશ્કેલ છે જ્યારે ફૂલની માળામાં આપણને કંઈક સારું ચોક્કસ જણાય છે. આ બંને દૃષ્ટિકોણ જો વિકાસ પામે તો શરીર તરફની આત્મદ્રષ્ટિ અને રોગ તરફની તિરસ્કાર દૃષ્ટિ, બંને મંદ પડે છે. પાછી મમતા અસહજ અને સમતા સહજ બને છે. શરીર જુઓ : શિંગડાની નીચેનું લગભગ બધું કામનું. શિંગડું કાં ભરાય, કાં ફસાય, આમ ભારે ને કોકને મારે. લાગે કે જાણે શરીરનું જ રૂપક છે. ભેંસને ખરો ભારતો શિંગડાનો જ લાગે. શિંગડા પર કોઈ માળા લટકાવે તેમાં શું ફરક પડે. જે તકલીફ છે તે મૂળભારની છે. મોગલ સમ્રાટ અકબરના પ્રતિબોધક જૈનાચાર્ય જગદગુરુ – મનનો મેડિકલેઈમ (૨૯) ---------

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110