________________
(૫)
(૩) પોતાની બચતને પોતાનું બાળક માનો. બાળકને સાચવવાનું
હોય. નખોરિયા ભરાય નહીં. (૪) આવકને નજર સામે રાખીને વ્યય કરવાની જ્ઞાની ભગવંતોની
સલાહનો જીવનમાં અમલ કરવો. હજી થોડા વખત પહેલાં કેટલી બધી ચીજો વગર ચાલતું હતું,” તે વાતને યાદ કરો. જેનું પેટ પહેલાં છ રોટલીથી ભરાઈ જતું હતું. તેનું જ પેટ આજે છવ્વીસ રોટલીથી ય ભરાતું ન હોય તો માનવું પડે કે આ ભૂખ નથી, ભસ્મક છે.
વર્તમાન વિશ્વ જ્યારે વસ્તુઓનું વિરાટ બજાર બની ગયું છે, ઉત્પાદન ઉપર કોઈ અંકુશ રહ્યો નથી, ત્યારે ઉપભોગ ઉપર અંકુશ જરૂરી છે. સુખની ખરી માત્રા ભૌતિક સપાટીથી ઉપર છે. આ વાત સમજાશે પછી વસ્તુને જોવાનો દૃષ્ટિકોણ બદલાઈ જશે.
પોતાની પાસે રહેલી વસ્તુ બે રીતે છૂટી પડી શકે છે. માણસ વસ્તુને છોડી દે, અથવા વસ્તુ માણસને છોડીને ચાલતી થાય. વસ્તુથી છુટકારો તો બંને સ્થળે થાય છે, છતાં તેની અસરમાં ઘણો મોટો ફરક છે. સ્વૈચ્છિક ત્યાગ એ વ્યક્તિના સંતોષ ગુણમાંથી પ્રગટે છે. અસ્વૈચ્છિક ત્યાગ ઘણું કરીને સંતાપને પ્રગટ કરે છે. સુભાષિતકારે આ વાત બહુ મીઠાશશી કહી છે:
व्रजन्त : स्वातंत्र्यादतुलपरितापाय मनसः स्वयं त्यक्ता भोगा: शमसुखमनन्तं विदधति।
સંતોષ એ વર્તમાનનો યુગધર્મ છે. સંતોષ એ ધર્મશાસને અર્પેલો સિક્યોરિટિ બોન્ડ છે. સમાધિ અને સદ્ગતિની ખેવના ધરાવનારે તેને સાચવી રાખવો.
– મનનો મેડિકલેઈમ (૬૨) –