________________
જીવનમાં સમાધિનું મહત્ત્વ સમજવા માટે પહેલાં તો સમાધિને અકબંધ રાખનારાં ચાર પરિબળોને સમજવા પડે.
(૧) શ્રમ
(૨) સંયમ
(૩) સ્વાવલંબન (૪) સહિષ્ણુતા.
જીવનમાં શ્રમનું મહત્ત્વ
જીવનમાં આરોગ્યનું જેટલું મહત્ત્વ છે એટલું જ શ્રમનું મહત્ત્વ છે. વિજ્ઞાને અગણિત સાધનોની ભેટ ધરીને માનવીને સગવડોથી શણગારી દીધો છે. તેની સાથે જ માણસના જીવનમાંથી શ્રમને નામશેષ કરીનાંખ્યો છે.
દિવસમાં એક વાર સતત અડધો કલાક સુધી હાથ-પગ ઊંચાનીચા કરીને કસરત ક૨વા દ્વારા શ્રમનો સંતોષ માની લેવો તે મૂર્ખામી છે. દિવસભરમાં નિયમિત રીતે થતી ઊઠ-બેસ, આવ-જા, ચડ-ઊતર તે જ ખરો શ્રમ છે. આવો બધો શ્રમ તો બિચારો સાધનોની તળાઈમાં અત્યારે આરામ ફરમાવી રહ્યો છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જેવી ટોચની વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ આંખ ઉઘાડી નાંખે તેવા રિપોર્ટમાં રોગવૃદ્ધિનાં પાંચ મહત્ત્વનાં કારણો આપ્યાં છે. જેમાં પ્રદૂષણ અને બેઠાડું જીવનશૈલીને અગ્રક્રમે રાખ્યાં છે.
માણસ પહેલા જીવનમાં આળસ જમા કરે છે, પછી લોહીમાં કોલેસ્ટરોલ જમા કરે છે અને પછી બાયપાસ સર્જરી કરાવીને પાછો વટ મારે છે, ‘જોયું! વિજ્ઞાને કેટલો બધો વિકાસ સાધ્યો!' આજની
---0
મનનો મેડિકલેઈમ ૭૧
-----