________________
જોરથી ઉચ્ચારણ કરાતું. આ કાર્ય માટે તેમણે જ એક સ્પેશ્યલ ક્વોડને તહેનાત કરેલી. રાજાના પ્રવેશ વખતે જ તેઓ ઉચ્ચારતાઃ “નિત મવાનું, વર્ધત મી: તમ મ પ મ રVT..' હે રાજન! આસક્તિના અઢળક પદાર્થો વચ્ચે આપ ઘેરાયા છો. આપ ભોગરાજા દ્વારા જિતાયા છો. આપને માથે ભય વધી રહ્યો છે, માટે હવે વધુ આગળ વધતા નહીં!
ભરત ચક્રવર્તીનો આવો માહણ દૂત આજે માણસ દીઠ જરૂરી બન્યો છે. વાસ્તવમાં આપણી અંદર આવો એક માઈક્રો ભરત હોવો જરૂરી છે. ભોગમાં ભયનું દર્શન થતાંની સાથે જ સંયમ ખેંચાઈ આવે.
| રાજા ભર્તુહરિએ સ્વરચિત એક શ્લોકમાં સુંદર પદપ્રયોગ કર્યો છે. જો રોમિયં... રોગની સાથે પીડા દેખાય છે, તેથી રોગથી બચતા રહેવાનું મન થાય છે. તેમ ભોગની પાછળ રોગનો ભય રહેતો હોય તો માણસને ભોગથી ય બચતા રહેવાનું ડહાપણ સ્કરે. આજે પણ દુરાચાર કે વ્યભિચારની પાછળ રોગનો ભય છે તેથી માણસને પરાણે પણ સખણા રહેવું પડે છે.
વર્તમાન વિજ્ઞાને માણસના જીવનમાં ભરપૂર સગવડો આપીને બદલામાં તેની સહિષ્ણુતા લઈ લીધી. બીજી બાજુ જીવનને બેકાબૂ બનાવતી ઘણી વસ્તુઓ અર્પીને તેના જીવનમાંથી સંયમ આંચકી લીધો. ભોગસંયમ ન હોય ત્યાં રોગનું આગમન થાય જ. અને સહિષ્ણુતા ન હોય તેને રોગમાં અસમાધિ પણ થાય જ. આમ વિજ્ઞાને માણસની સમાધિને દુષ્કર બનાવી દીધી છે.
સગવડના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતા આપણે એ ભૂલી ગયા કે જીવનનું સર્વસ્વ આખરે તો સગવડ નહીં પણ સમાધિ જ છે. જીવનમાં સગવડનો અતિરેક મારા સંયમ અને સહિષ્ણુતા પર કબજો જમાવીદઈને મારી સમાધિને જોખમમાં મૂકી દેશે.
વર્તમાન વિજ્ઞાને ચિકિત્સાક્ષેત્રે હરણફાળ ભરીને માણસનાં
-----– મનનો મેડિકલેઈમ (૭૩)